પોરબંદર એ.આર.ટી.ઓ કચેરી ખાતે 06 થી 12 ડિસેમ્બર સુધી તમામ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે.
પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) મોટરિંગ જાહેર જનતા અને ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે એ.આર.ટી.ઓ પોરબંદર કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના મોડર્નાઇઝેશન તથા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યને કારણે 06
પોરબંદર એ.આર.ટી.ઓ કચેરી ખાતે 06 થી 12 ડિસેમ્બર સુધી તમામ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે.


પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) મોટરિંગ જાહેર જનતા અને ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે એ.આર.ટી.ઓ પોરબંદર કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકના મોડર્નાઇઝેશન તથા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ કાર્યને કારણે 06/12/2025 થી 12/12/2025સુધી તમામ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી તાત્કાલિક અસરથી બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન જેમની ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી, તેમની એપોઇન્ટમેન્ટ ફરીથી (Re-appoint) કરીને નવી તારીખ આપવામાં આવશે. અરજદારોને અનુરોધ છે કે આ પ્રક્રિયામાં સહયોગ આપે અને અનાવશ્યક તકલીફ ન પડે તે માટે કચેરીના સત્તાવાર માધ્યમો દ્વારા અપડેટ મેળવતા રહે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande