

પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.) સાંતલપુરના શાંતિધામ કોરડા ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં અમૃતોત્સવનું આયોજન થયું, જેમાં દસ હજાર પૂર્વ વિદ્યાર્થીઓ માટે શાંતિધામ પરિવાર યુનિયનની જાહેરાત કરવામાં આવી.
આ કાર્યક્રમ શાંતિધામ સંસ્થાના 57 વર્ષના સેવા કાર્ય અને દાનસિંહ સત્યાર્થી બાપુના 75મા અમૃતોત્સવની ઉજવણી તરીકે યોજાયો હતો. સંસ્થા લાંબા સમયથી સરહદી વિસ્તારોમાં મહત્વપૂર્ણ સેવાઓ આપી રહી છે.કાર્યક્રમ દરમ્યાન શંકરસિંહ વાઘેલાએ સંસ્થાને 75 લાખ રૂપિયાનું દાન પાઠવ્યું હતું. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ