

પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના અંતર્ગત કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ક્લસ્ટરના મોહબતપરા ગામમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્માના માર્ગદર્શન હેઠળ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળા પ્રમાણમાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન એગ્રી અસિસ્ટન્ટ પારસ મારુએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે માર્ગદર્શન આપી જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિ પ્રેક્ટિકલ સમજાવવામાં આવી હતી. સાથે સાથે સ્વદેશી ઇનપુટ્સને અપનાવવાથી થનારા ફાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી.
વધુમાં ખેડૂતોને રવિ પાક અંગે માર્ગદર્શન તેમજ પાક સંભાળ અને ઉત્પાદન વૃદ્ધિ માટે જરૂરી બાબતો અંગે ખેડૂતોને સમજ અપાઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya