પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિનની ભવ્ય ઉજવણી
પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પ્રસંગે પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, IAS એ સશસ્ત્ર સેના ધ્વજદિનના ભંડોળમાં ફાળો આપી વિધિવત્ શુભારંભકરાવ્ય
પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી  દ્વારા  સશસ્ત્ર સેના ધ્વજદિનની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી  દ્વારા  સશસ્ત્ર સેના ધ્વજદિનની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી  દ્વારા  સશસ્ત્ર સેના ધ્વજદિનની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી જે પ્રસંગે પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી, IAS એ સશસ્ત્ર સેના ધ્વજદિનના ભંડોળમાં ફાળો આપી વિધિવત્ શુભારંભકરાવ્યો હતો.

સશસ્ત્ર સેના ધ્વજદિની ઉજવણી સમગ્ર દેશભરમાં દર વર્ષે 07 ડિસેમ્બર ના રોજ કરવામાં આવે છે અને આ પ્રસંગે કલેકટરએ દેશરક્ષક સૈનિકોની શૌર્યગાથા, બલિદાન અને સમર્પણને સમર્પિત એવા સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીના ભાગરૂપે તમામ નાગરિકોને યથાશક્તિ ફાળો આપી આ પુણ્ય કાર્યમાં સહભાગી થવા અપીલ કરી હતી.

કલેક્ટરએ જણાવ્યું હતું કે આ ફાળા નો ઉપયોગ દેશની સરહદો પર દુશ્મન સામે લડીને પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદ સૈનિકોના પરિવારજનોને સહાય, સેવા નિવૃત્ત અને વિદ્યમાન સૈનિકોના કલ્યાણ, યુદ્ધ અથવા આતંકવાદી કાર્યવાહી દરમિયાન ઘાયલ થયેલા જવાનોની પુનર્વસવાટ તથા અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે કરવામાં આવે છે. જેથી દેશરક્ષક જવાનોના બલિદાનને સન્માન આપવા પોરબંદર જિલ્લામાં ધ્વજદિન નિમિત્તે સમાજના તમામ વર્ગોને ઉત્સાહભેર યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande