






પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) 4 ડિસેમ્બર નેવી ડે ની ગૌરવપૂર્ણ ઉજવણી કરવા પોરબંદર સ્થિતિ નેવલ હેડ ક્વાર્ટર દમણ અને દીવ દ્વારા આજે રવિવારે ખાસ આયોજન કરાયું હતું. જે અંતર્ગત નેવીના 4 યુદ્ધ જહાજ અને 3 ડોનિયરે પોરબંદરની ચોપાટી પર કૌવત દેખાડ્યા હતા.
ભારતમાં દર વર્ષે 04 ડિસેમ્બરે નેવી ડે ઉજવવામાં આવે છે. આ દિવસ 1971ના ઇન્ડો–પાક યુદ્ધ દરમ્યાન ભારતીય નૌસેનાએ કરેલા ‘ઑપરેશન ટ્રાઇડન્ટ’ની ઐતિહાસિક સફળતા યાદમાં મનાવવામાં આવે છે. 04 ડિસેમ્બર, 1971ની રાત્રે ભારતીય નૌસેનાની મિસાઇલ બોટ્સે પાકિસ્તાનના કરાચી બંદર પર અચાનક અને અત્યંત સફળ દરિયાઈ હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાની નૌસેનાના અનેક જહાજો નષ્ટ થયા અને કરાચી બંદર ભારે નુકસાન પામ્યું. આ હુમલાએ યુદ્ધનું વલણ ભારત તરફ ફેરવી દીધું હતું. આ વિજય અને ભારતીય નૌસેનાની શૌર્ય, ફરજ, શિસ્ત તથા સમુદ્રી સીમાઓની સુરક્ષા માટેની સેવાને સન્માન આપવા માટે નેવી ડે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જે અંતર્ગત આ દિવસનીગૌરવપૂર્ણ ઉજવણી કરવા પોરબંદરની ચોપાટી પર આ ખાસ કાર્યક્રમનુ આયોજન કરાયું હતું, જેમાં નેવીના 4 યુદ્ધ જહાજ અને 3 ડોનિયર તથા ડ્રોનના પ્રદર્શન કરાયા હતા. જેમાં નેવીના ફોગના રીઅર એડમિરલ શ્રિતન્નુગુરુ, નોએક ગુજરાત કોમોડોર સૌરવ રસ્તોગી સહિત નેવીના ઉચ્ચ અધિકારી અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નેવીના જવાનો અને મહિલા અગ્નિવીરોએ સસ્ત્ર પ્રદર્શન તથા પરેડ પ્રદર્શન કર્યું હતું. તેમજ પોરબંદરની શાળાના વિધાર્થી અને વિદ્યાર્થીનીઓ સહિતના નાગરિકોએ વિવિધ કૌવત રજુ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya