
પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) અખિલ ભારતીય શાળાકીય રમતમા રાજ્ય કક્ષાની કુરાશ રમત સ્પર્ધાનું આયોજન મહીસાગર જિલ્લા ખાતે થયું હતું. જેમાં ડી. એલ. એસ.એસ. સાંદિપની ગુરુકુળમાં અભ્યાસ કરતા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર ખાતે તાલિમ મેળવી રહેલ ખેલાડીઓએ રાજ્ય કક્ષાની કુરાશ રમત સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ને 5 ગોલ્ડ મેડલ, 1 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 9 મેડલ મેળવીને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ. મનિષકુમાર જીલડીયા, જિલ્લા રમત ગમત અધિકારી ડૉ. પ્રવિણા પાંડાવદરા, DLSS સાંદિપની ગુરુકુળના આચાર્ય કમલ મોઢા તથા શાળા પરિવારે સમગ્ર ખેલાડીઓ અને કોચ અક્ષય ચૌધરી, ટ્રેનર ભરત જુંગીને અભિનંદન પાઠવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya