સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ‘વોરિયર’ ટીમનું શાનદાર પ્રદર્શન, સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ પર કબજો
ભાવનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારની પ્રેરણાથી દર વર્ષે આયોજિત થનારા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાએ એકવાર ફરી પોતાની ઊંચાઈ સાબિત કરી છે. આ જ ક્રમમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલ (કેપ્ટન)ના નેતૃત્
સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ‘


ભાવનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારની પ્રેરણાથી દર વર્ષે આયોજિત થનારા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાએ એકવાર ફરી પોતાની ઊંચાઈ સાબિત કરી છે. આ જ ક્રમમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલ (કેપ્ટન)ના નેતૃત્વ હેઠળ ‘વોરિયર’ ટીમે પેરા સિટિંગ વોલીબોલની જિલ્લા સ્તરીય સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

આ સ્પર્ધાનું આયોજન તારીખ 07/12/2025 (રવિવાર)ના રોજ ભાવનગર ખાતે સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ડોર સ્ટેડિયમમાં પેરા સ્પોર્ટ્સ એસોસિયેશન, ભાવનગરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાવનગર જિલ્લાની કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં તમામ ટીમોને પરાજિત કરીને ‘વોરિયર’ ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે ‘વોરિયર’ ટીમે સતત ત્રીજી વખત આ ખિતાબ જીતી પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ સિદ્ધિ ટીમની અવિરત મહેનત, શિસ્ત અને કેપ્ટન પરાક્રમસિંહ ગોહિલના કુશળ નેતૃત્વનું પરિણામ છે.

દિવ્યાંગ કર્મચારી પરાક્રમસિંહ કનુભા ગોહિલ હાલમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ પ્રબંધક કાર્યાલયના વાણિજ્ય વિભાગમાં મુખ્ય વાણિજ્ય કલાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આવનાર જાન્યુઆરી 2026માં પરાક્રમસિંહ કનુભા ગોહિલના નેતૃત્વમાં ‘વોરિયર’ ટીમ રાજ્ય સ્તરીય સ્પર્ધામાં પોતાના ચેમ્પિયનશિપ ખિતાબનું રક્ષણ (ડિફેન્ડ) કરવા નડિયાદ માટે રવાના થશે.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા, વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી, મંડળ વાણિજ્ય પ્રબંધક નીલાદેવી ઝાલા તેમજ ભાવનગર મંડળના તમામ શાખા અધિકારીઓએ તેમને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande