કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે બે વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત.
પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈને કુલ આશરે રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે બનેલા બે મહત્વપૂર્ણ માર્ગ સુવિધા પ્રકલ્પોના ખાતમુહૂર્ત કાર્યક્રમો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદહસ્તે મોઢવા
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે બે વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત.


કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે બે વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત.


કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે બે વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત.


પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈને કુલ આશરે રૂપિયા 3 કરોડથી વધુના ખર્ચે બનેલા બે મહત્વપૂર્ણ માર્ગ સુવિધા પ્રકલ્પોના ખાતમુહૂર્ત કાર્યક્રમો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદહસ્તે મોઢવાડા ખાતે યોજાયો હતા.

મોઢવાડા લીરબાઈ માતાજીના મંદિર નજીકથી મોઢાવાળા – કેશવ – પાલખડા – શીશલી (જિલ્લા હદ સુધી) માર્ગના રૂપિયા 205 લાખના સુવિધા પથ કાર્ય તથા મોઢવાડા નજીક બગવદર – મિયાણી – એમ.ડી.આર. માર્ગે મોઢવાળા સમાજ થઈને મોઢાવાળા – કેશવ સુધીના રૂપિયા 100 લાખના માર્ગ વિકાસપથ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પ્રકલ્પો પૂર્ણ થતાં ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા વધુ સશક્ત બનશે, દૈનિક પરિવહનમાં સરળતા, સુરક્ષા અને ઝડપમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ગુણવત્તાસભર સુવિધા પથ નિર્માણ અંગે સરકાર પ્રતિબદ્ધ છે અને આજના બે પ્રોજેક્ટો સાથે આગામી સમયમાં અન્ય ગામોમાં પણ માર્ગ વિકાસની મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વાડી વિસ્તારોમાં બનેલા ગુણવત્તાયુક્ત માર્ગોના લાભ અંગે પણ માહિતી આપી હતી.

મંત્રીએ માંગણીથી લઈ મંજૂરી અને કામ શરૂ થવાની સરકારી પ્રક્રિયા અંગે ગ્રામજનોને જાણકારી આપી હતી. તેમણે ગ્રામ્ય યુવાનોને સ્થળ પર જ રોજગારી તરફ પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં ફર્નિચર કોન્કલેવ, ફર્નિચર પાર્ક ,ફૂડ પાર્ક અને પોરબંદરમાં યોજાનાર ફૂડ કોન્કલેવ જેવા પ્રકલ્પો દ્વારા રોજગારીના નવા અવસરો ઉભા થશે.

તેમણે ગ્રામ્ય વિસ્તારોની મુખ્ય સમસ્યાઓનો મોટા ભાગે નિરાકરણ આવી ચૂક્યું હોવાનું જણાવી આગળ પણ માર્ગ, નદી-નાળા ઊંડા કરવાના કાર્યો, લાઈટિંગ સહિતના વિકાસકાર્યો સરકાર દ્વારા સતત હાથ ધરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થતાં વિકાસ અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકારના વધેલા બજેટનો સીધો લાભ પોરબંદર જિલ્લામાં ઝડપી વિકાસ રૂપે મળી રહ્યો છે.

પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમ કારાવદરાએ વિકાસકાર્યોની ઝાંખી રજૂ કરી ખાતમુહૂર્ત કાર્યક્રમ માટેની પ્રસ્તાવના રજૂ કરી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande