જામનગરમાં ખોડીયાર કોલોનીમાં, ટીઆરબીના જવાનની ફરજમાં કારચાલકે રૂકાવટ કરતા ફરિયાદ
જામનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાનને કાર ચાલકે ફરજમાં રુકાવટ કરી તેને કારની સાથે ૧૦ મીટર સુધી ઢસડયો હતો, ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, દરમ્યાન કાર ચાલક સામે
ફરિયાદ


જામનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહેલા ટીઆરબીના એક જવાનને કાર ચાલકે ફરજમાં રુકાવટ કરી તેને કારની સાથે ૧૦ મીટર સુધી ઢસડયો હતો, ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, દરમ્યાન કાર ચાલક સામે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર કબજે કરી છે.

જામનગરમાં સ્વામીનારાયણ નગર ડ્રીમ સીટી શેરી નંબર-૨માં રહેતો અને શહેરની ટ્રાફિક શાખામાં ટ્રાફિકબ્રિગેડ તરીકે ફરજ બજાવતો જીલ રમેશભાઈ બગડા નામનો ૨૨ વર્ષનો ટ્રાફિકનો જવાન, તા. ૫ના બપોરે દોઢેક વાગ્યાના અરસામાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવી રહ્યો હતો.

જે દરમિયાન જી.જે.-૩ એનબી-૯૦૮૦ નંબરના સ્વીફટ કારનો ચાલક કે જણે ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે માર્ગ ઉપર કાર પાર્ક કરી હતી, જેથી તેને કાર સાઇડમાં લેવાનું કહેતાં અને ટ્રાફિકના અધિકારી બોલાવે છે, તેમ કહેતાં કારચલક સૌપ્રથમ મસાલો ખાવા માટે નીચે ઉતર્યા બાદ એકાએક પોતાની કાર ચાલુ કરીને ભાગવા લાગ્યો હતો.

આથી ટીઆરબીના જવાન જીલ બગડાએ તેની કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જે દરમિયાન કારચાલકે તેને ૧૦ મીટર દૂર સુધી ઢસડ્યો હતો, જેથી ટીઆરબી નો જવાન ઈજાગ્રસ્ત બન્યો હતો જેને હોઠ પર અને શરીરના નાની મોટી ઈજા થઈ હતી, ત્યારબાદ તેને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેને સારવાર અપાઈ હતી.

​​​​​​​

આ બનાવ અંગે જીલ બગડાએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જી.જે.-૩ એન.બી. ૯૦૮૦ નંબરની કારના ચાલક નિર્મળસિંહ ગુલાબસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande