
પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા આવનારા 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટ ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના ભાગરૂપે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તરના જિલ્લાઓમાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમોની સુચારુ તૈયારી અને સંચાલન અંગે પોરબંદર કલેકટરની અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠક અંતર્ગત પોરબંદર જિલ્લા-સ્તરીય ક્રાર્યકમમાં MSME, મહિલા ઉધોગસાહસિકો, ખાદી ગ્રામોધોગ, કુટીર ઉધોગ, સ્ટાર્ટ અપ, PM વિશ્વકર્મા યોજનાના લાભાર્થી વિગેરેને સાંકળવામાં આવશે. વધુમાં તેની સાથે પ્રદર્શનીનું ઉદ્ઘાટન, હસ્તકલા અને હાથશાળનાં સ્ટોલ, સ્ટાર્ટઅપનાં સ્ટોલ્સ તથા પીચીંગ સેશન્સ., MSMEનાં સ્ટોલ, B2B અને B2Cની બેઠકો, માર્કેટ લીન્કેજિસ, સેક્ટર નિષ્ણાત દ્વારા પેનલ ડિસ્કશન – વર્કશોપ, આત્મનિર્ભર યોજનાં હેઠળ સહાયનું માર્ગદર્શન, અગ્રણી MSME/ODOP પ્રોડક્ટના નિર્માતા/કારીગરોનું પ્રવચન અને ચર્ચાને સાંકળવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ પોરબંદરનાં મુખ્ય કાર્યક્રમ તારીખ 19/12/2025, શુક્રવાર, સ્થળ: તાજાવાલા હોલ અને પ્રદર્શની અને સેમીનાર/સ્ટાર્ટ-અપ pitch તારીખ 19/12/2025 અને 20/12/2025, સ્થળ - 1) તાજાવાલા હોલ, 2) બિરલા હોલ, પોરબંદર ખાતે યોજવામાં આવશે.
રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છના સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પૂરો પાડવા માટે પોરબંદર જિલ્લાના ઉધોગ ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકો રાજકોટ ખાતે યોજાનાર રિજ્યોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સમાં જવા માટે https://www.vibrantgujarat.com/registration લીંક પરથી રજીસ્ટ્રેશન ઓપન કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya