સોમનાથ જિલ્લામાં 15 ડિસેમ્બરના રોજ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે
સોમનાથ,8 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના ચાર અલગ-અલગ વિસ્તારોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સેક્ટર-સ્પેસિફિક રોકાણ, ક્ષેત્રીય
સોમનાથ જિલ્લામાં 15 ડિસેમ્બરના રોજ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે


સોમનાથ,8 ડિસેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત @2047 ના વિઝનને સાકાર કરવા માટે રાજ્યના ચાર અલગ-અલગ વિસ્તારોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સેક્ટર-સ્પેસિફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગિતાને પ્રોત્સાહન આપવાનો છે.

આગામી VGRC–કચ્છ અને સૌરાષ્ટ્ર રીજીયન કોન્ફરન્સનું આયોજન રાજકોટ ખાતે 8 અને 9 જાન્યુઆરી,2026 ના રોજ કરવામાં આવનાર છે. કચ્છ અને સૌરાષ્ટ્ર રિજિયોનલ કોન્ફરન્સના આયોજન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં 15 ડિસેમ્બર ના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વેરાવળમાં આસોપાલવ લોન્સ ખાતે યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરએ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના સંબંધિત વિભાગ સાથે તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ગીર સોમનાથના ફિશરીઝ, ઈન્ડસ્ટ્રીઝ, હોટલ ઈન્ડસ્ટ્રીઝ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોની ક્ષમતા દર્શાવવા માટે એક મુખ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. હોટલને પણ ઈન્ડસ્ટ્રીનો દરજ્જો મળ્યો છે ત્યારે, સોમનાથમાં પ્રવાસન ક્ષેત્રે રહેલી અપાર તકોની શક્યતા જોતા આ કોન્ફરન્સ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપકર્તાઓને ઉપયોગી નિવડે અને લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોનો વ્યાપાર વિસ્તરણ થાય એવો આ કોન્ફરન્સનો હેતુ છે.

જિલ્લા ઉદ્યોગ મેનેજર નરેન્દ્રસિંહ હેરમાએ સમગ્ર કાર્યક્રમની તબક્કાવાર રૂપરેખા પૂરી પાડતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત 15 ડિસેમ્બર ના રોજ આસોપાલવ લોન્સ ખાતે જિલ્લાકક્ષાની કોન્ફરન્સ સમિટ યોજાશે. જેમાં મુખ્ય કાર્યક્રમ સાથે જ આયાત-નિકાસ, ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજી તેમજ બેન્કિંગ અને ફાઈનાન્સના આયોજન અંગે તજજ્ઞો દ્વારા ઉદ્યોગને આગળ વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં હસ્તકળા, હાથશાળ, ફૂડ પ્રોસેસિંગ, પ્રાકૃતિક ખેતપેદાશો, બાગાયત, ખેતીવાડી વિભાગ, પી.જી.વી.સી.એલ., રોજગાર સહિત સખીમંડળના વિવિધ વિભાગના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande