સ્વદેશી અભિયાન અંતર્ગત વેરાવળમાં ત્રિદિવસીય ‘સશક્ત નારી મેળો‘ યોજાશે 21 થી 23 ડિસેમ્બર દરમિયાન કે.સી.સી. મેદાન ખાતે યોજાશે
સોમનાથ, 8 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આ
સ્વદેશી અભિયાન અંતર્ગત વેરાવળમાં


સોમનાથ, 8 ડિસેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે ગુજરાતમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત કરવા માટે રાજ્યભરમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વદેશી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં 21 થી 23 ડિસેમ્બર દરમિયાન કે.સી.સી. મેદાન ખાતે ‘સશક્ત નારી મેળો‘ યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સશક્ત નારી મેળા દ્વારા મહિલાની આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણને જિલ્લાસ્તરીય પ્લેટફોર્મ પૂરું પાડશે અને સ્વદેશી ઉત્પાદનો, સ્થાનિક હસ્તકલા, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડશે. ઉપરાંત તેમણે મેળામાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો અંગે, સ્ટોલમાં ભાગ લેનારની તમામ વ્યવસ્થાઓનું કાળજીપૂર્વકનું આયોજન કરવા અને આનુષાંગિક વ્યવસ્થા માટે સંબંધિત વિભાગને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, 21 થી 23 ડિસેમ્બર દરમિયાન કે.સી.સી. મેદાન ખાતે ‘સશક્ત નારી મેળો‘ યોજાશે. જેનો મુખ્ય હેતુ મહિલાઓ માટે સ્ટાર્ટઅપ સપોર્ટ, મહિલા કેન્દ્રીત સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તેમજ મહિલા ઉદ્યોગસાહસિકતા સાથે સ્વદેશી મૂલ્યો પર ધ્યાન કેન્દ્રીત કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મેળામાં કૃષિ વિભાગ, મહિલા આર્થિક વિકાસ નિગમ, કોટેજ ઈન્ડસ્ટ્રી, જી.એલ.પી.સી, વન અને પર્યાવરણ તેમજ કો-ઓપરેટિવ વિભાગ સહિતના 50 જેટલા સ્ટોલનું પ્રદર્શન યોજવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ ચાલનાર આ મેળામાં મહિલા સશક્તિકરણને લક્ષમાં રાખીને સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર, વિશિષ્ટ ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલાઓનું સન્માન, જિલ્લાકક્ષાએ મહિલા સ્ટાર્ટઅપ પિંચિંગ, બેંક અને એન.બી.એફ.સી. લિંકેજ ડેસ્ક, તેમજ ડિજિટલ સાક્ષરતા અને ઓનલાઈન વ્યવસાય ક્ષમતા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande