હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીઓની શૈક્ષણિક વિકાસ અંગે સંયુક્ત બેઠક
પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીઓની અગત્યની બેઠક કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શન હોલ ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ ભાવિ શૈક્ષણિક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીઓની શૈક્ષણિક વિકાસ અંગે સંયુક્ત બેઠક


પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના સંચાલક મંડળના પ્રમુખ અને મંત્રીઓની અગત્યની બેઠક કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શન હોલ ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ ભાવિ શૈક્ષણિક આયોજન, શિક્ષણની ગુણવત્તા અને વહીવટી મુદ્દાઓને લઈને ચર્ચા કરવાનો હતો.

કુલપતિએ પોતાના સંબોધનમાં શિક્ષણ વ્યવસ્થાના હિત માટે સૌના સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે યુનિવર્સિટી તટસ્થતાથી કાર્ય કરે છે અને શૈક્ષણિક ક્ષેત્રે સુધારા માટે સર્વે સંચાલકો અને મંત્રીઓની સહભાગિતા અનિવાર્ય છે.

કુલપતિએ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંબંધિત વધતી ફરિયાદો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઘણા પ્રસંગોએ એક મેનેજમેન્ટ બીજા મેનેજમેન્ટના વિરોધમાં હોય છે, જેના કારણે યુનિવર્સિટી બિનજરૂરી રીતે આ મામલાઓમાં સામેલ થતી હોવાની તેમણે નોંધ કરી હતી. મૌખિક રજૂઆતો સાંભળવા છતા, લેખિત ફરિયાદો કે કોર્ટના નિર્દેશો આવતા સરકારને જવાબ આપવો ફરજિયાત બને છે, તેવું તેમણે જણાવ્યું.

બેઠકમાં સંચાલક મંડળના પ્રમુખો અને મંત્રીઓના સૂચનો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી. આ પ્રસંગે રજિસ્ટ્રાર રોહિત દેસાઈ, નાયબ રજિસ્ટ્રાર કમલ મોંઢ, મુકેશ પટેલ, દિલીપ ચૌધરી સહિત અનેક અધિકારીઓ તથા સંચાલક મંડળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande