જૂનાગઢ ખાતે POSCO ACT અને ગુડ ટચ, બેડ ટચ અંગે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ,8 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ખાતેની આદર્શ નિવાસી કન્યાશાળા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીની ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ટીમ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત POSCO ACT- 2012 અને ગુડ ટચ, બેડ ટચ અંગે જાગૃતતા
જૂનાગઢ ખાતે POSCO ACT અને ગુડ ટચ, બેડ ટચ અંગે જાગૃતતા


જૂનાગઢ,8 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢ ખાતેની આદર્શ નિવાસી કન્યાશાળા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીની ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ટીમ દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત POSCO ACT- 2012 અને ગુડ ટચ, બેડ ટચ અંગે જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.ડી.ભાડના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્ટાફ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને સુરક્ષા પ્રદાન કરવા માટે બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી અને પોર્નોગ્રાફી જેવા ગુનાઓથી સુરક્ષા આપવા માટે બાળકોને 'સારો સ્પર્શ' (Good Touch) અને 'ખરાબ સ્પર્શ' (Bad Touch) વચ્ચેનો તફાવત સરળ ભાષામાં સમજાવવામાં આવ્યો હતો. જેથી તેઓ કોઈપણ અસુરક્ષિત પરિસ્થિતિને ઓળખી શકે.

ઉપરાંત બાળકો અસુરક્ષિત અનુભવે તો તેમણે કોને અને કેવી રીતે જાણ કરવી (જેમ કે માતા-પિતા, શિક્ષકો અથવા હેલ્પલાઇન) તેમજ કાયદાકીય સમજ બાબતે પણ બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ આપતા POCSO કાયદાની જોગવાઇઓથી અવગત કરવામાં આવ્યાં હતાં.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્ટાફ, સખી વન સ્ટોપ સ્ટાફ, આદર્શ નિવાસી કન્યા શાળાના શિક્ષકો સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande