કણજીપાણી બોગસ લગ્ન નોંધણી કૌભાંડ, ઊંઝા સુધી પહોંચ્યું – સમય અને અંતરનું ગણિત ખુલાસો કરે છે મોટું રેકેટ
મહેસાણા, 8 ડિસેમ્બર (હિ.સ.) પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગ્રામ પંચાયતમાં બનેલો બોગસ લગ્ન નોંધણીનો મામલો હવે મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. યુવતીના પિતા અમૃત પટેલે દાખલ કરેલી ફરિયાદ બાદ આ કૌભાંડની ગંભીરતા વધુ વધી ગઈ છે અને પોલીસ
કણજીપાણી બોગસ લગ્ન નોંધણી કૌભાંડ ઊંઝા સુધી પહોંચ્યું – સમય અને અંતરનું ગણિત ખુલાસો કરે છે મોટું રેકેટ


મહેસાણા, 8 ડિસેમ્બર (હિ.સ.) પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગ્રામ પંચાયતમાં બનેલો બોગસ લગ્ન નોંધણીનો મામલો હવે મહેસાણા જિલ્લાના ઊંઝા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. યુવતીના પિતા અમૃત પટેલે દાખલ કરેલી ફરિયાદ બાદ આ કૌભાંડની ગંભીરતા વધુ વધી ગઈ છે અને પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો છે.

મામલાનો સૌથી મોટો પ્રશ્ન સમય અને અંતરના ગેરમિલનો છે. પોલીસ ફરિયાદ મુજબ 14 નવેમ્બર બપોરે 2:35 વાગ્યે ઊંઝા મામલતદાર કચેરીમાંથી લગ્ન માટે જરૂરી 4 સ્ટેમ્પ ખરીદાયા હતા. પરંતુ તે જ દિવસે 4:00 વાગ્યે કણજીપાણી ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી માટે કાગળો રજૂ થઈ ગયા હતા. ઊંઝાથી કણજીપાણીનું અંતર 250 કિમીથી વધુ છે, જે માત્ર 1 કલાક 25 મિનિટમાં કવર કરવું અસંભવ છે. આ ગેરમિલ દર્શાવે છે કે લગ્ન નોંધણીની પ્રક્રિયા પેપર પર ખોટી રીતે ‘મૅનેજ’ કરવામાં આવી હતી.

ઉંઝા પોલીસે તલાટી કમ મંત્રી અને લગ્ન કરનાર યુવક–યુવતી સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે તપાસમાં જોડાયેલા અન્ય લોકો અથવા સંભવિત મોટા માથાઓ સુધી પહોંચવા માટે કાર્યવાહી આગળ વધારશે. આ કેસ ગ્રામ પંચાયતોમાં થતી અનિયમિતતાઓ અને ગેરકાયદે નોંધણીની પ્રક્રિયાઓ પર મોટા પ્રશ્નો ઉભા કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande