હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS યુનિટ દ્વારા જુનામાંકા ગામે સાત દિવસીય વાર્ષિક શિબિરનો પ્રારંભ થયો
પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.) : હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS યુનિટ દ્વારા જુનામાંકા ગામે સાત દિવસીય વાર્ષિક શિબિરનો પ્રારંભ થયો, જેમાં 52 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. શિબિરનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમાર દ્વારા કરવામાં આવ
હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS યુનિટ દ્વારા જુનામાંકા ગામે સાત દિવસીય વાર્ષિક શિબિરનો પ્રારંભ થયો


પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.) : હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS યુનિટ દ્વારા જુનામાંકા ગામે સાત દિવસીય વાર્ષિક શિબિરનો પ્રારંભ થયો, જેમાં 52 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. શિબિરનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ શિબિરનો મુખ્ય હેતુ યુવાનોમાં પર્યાવરણ જાગૃતિ, સામાજિક સમરસતા, વ્યસનમુક્તિ અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યો વિકસાવવાનો છે. શિબિર દરમ્યાન સ્વચ્છતા અભિયાન, શેરી નાટકો, સાંસ્કૃતિક કાર્યક્રમો, રેલીઓ, પાણી-વાણીના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ સાથે યોગ સત્રો, પ્રભાત ફેરી અને હેલ્થ અવેરનેસ જેવી પ્રવૃત્તિઓ યોજાશે.

ઉદ્ઘાટન સમારોહમાં HNGU પાટણના કો-ઓર્ડિનેટર કમલેશ ઠક્કર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે ડૉ. વિરસંગભાઈ ચૌધરી તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. અતિથિઓએ NSS સેવાના મહત્વ તથા રાષ્ટ્રપ્રત્યેના કર્તવ્ય પર ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande