

પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને સરળ વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવા માટે માર્ગ મરામત કામગીરીને કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભાવપરાથી શીતળા માતા મંદિર રોડની પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.
ક્ષતિગ્રસ્ત બનેલા આ રોડ પર અવરજવતમાં સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તે હેતુસર વિભાગ દ્વારા ઝડપી પગલાં લેવામાં આવી રહ્યાં છે આ પેચવર્કની કામગીરીથી થતાં ભાવપરાથી શીતળા માતા મંદિર વિસ્તારમાં રહેતા નાગરિકોને રોજિંદી અવર- જવર તેમજ પરિવહન સેવા વધુ સરળ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya