

પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) ગાંધીભુમી પોરબંદરને વધુ સ્વચ્છ બનાવ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5 કરોડના ખર્ચે 36 જેટલા સફાઈના વાહનોની ખરીદી કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલીકાના કમિશ્નર હસમુખ પ્રજાપતિના માર્ગદર્શનમા પોરબંદરને વધુ સ્વચ્છ બનાવવા વધારાના વાહનોની ખરીદી કરવામાં આવી છે. 13 વોર્ડમાં કચરા કલેકશન રેગ્યુયર થાય તે માટે મનપાનું આયોજન છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભુમિ પોરબંદર હવે સ્વચ્છતા દ્રષ્ટિએ ઘણો સુધારો આવી રહ્યો છે પહેલાની સરખામણીએ પોરબંદર ઘણુ સ્વચ્છ જોવા મળી રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સમગ્ર ભારતમાં પોરબંદર નગરપાલીકાનો 100મો ક્રમાંક આવ્યો હતો સ્વચ્છતાની દ્રષ્ટિએ અન્ય જિલ્લા સરખામણીમાં પોરબંદર ઘણો સુધાર જોવા મળે છે 1 જાન્યુઆરી 2025થી પોરબંદર નગરપાલિકામાંથી પોરબંદર મહાનગપાલિકામાં રૂપાંતરિત થયુ હતુ બાદ શહેરની કમાન આઈએસ અધિકારીઓના હાથમાં આવી છે જેના લીધા શહેરમા ઘણો બદલાવ આવ્યો છે હવે મહાત્મા ગાંધીની આ જન્મભુમિ પોરબંદરને વધુ સ્વચ્છ બનવવા પોરબંદર મહાનગરપાલીકાએ 5 કરોડના ખર્ચે 36 જેટલા વાહનોની ખરીદી કરી છે પોરબંદર મનપાના કમિશ્નર હસમુખ પ્રજાપતિ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, સ્વચ્છ ભારત મીશનની ગ્રાન્ટમાંથી પોરબંદર મહાનગરપાલિકાએ 36 સફાઈના વાહનોની ખરીદી કરી છે. 1.5 કરોડના ખર્ચે 14 ટ્રેકટર, 2 કરોડના ખર્ચે 18 ડોર ટુ ડોર છોટા હાથી, 75 લાખના ખર્ચે 2 જીસીબી, 65 લાખના ખર્ચે બે ડમ્પરની ખરીદી કરવામાં આવી આ ઉપરાંત 200 ટિવીન ડસ્બિન ખરીદી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતુ મનપાના સેનીટેશન વિભાગ અધિકારીના વધુમા જણાવ્યુ હતુ કે મનપાના 13 વોર્ડમા એક-એક ટ્રેકટર મુકવામાં આવશે જેમાં સફાઇ કર્મચારીઓ તેમજ સ્થાનિકો તેમાં વધારાનો કચરોની નાખી શકશે ઉપરાંત મનપાએ અપીલ કરી હતી કે શહેરમાં જ્યાં ત્યા કચરો ના નાખવા અને કચરો ડોર ટુ ડોર કચેરા વેનમા અને મનપાની ડબિનમાં જ નાખવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya