હારીજ બજારમાં અત્યંત જોખમી ખાડાથી જનજીવન પ્રભાવિત
પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.) હારીજ મુખ્ય બજારમાં વાલ્મિકી વાસના બહારના નાકા પાસે લાંબા સમયથી એક મોટો ભુવો પડવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવારનવાર બનતી આ સમસ્યાએ સ્થાનિક લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.

હાલમાં ખાડો ગંદા પાણીથી ભરેલો છે અને તેની આસપાસ બેરીકેડ મૂકવામાં આવ્યા છે. ખાડાની બાજુમાં ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણું પણ ખુલ્લું હોવાથી પરિણામે ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનવ્યવહાર ખોરવાય છે. વર્ષોથી ચાલતી આવી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક આમજનતા અને વાહનચાલકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande