

પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) : રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પો.સ્ટાફને પ્રોહી પ્રવૃત્તિ કરતા ઇસમોને ત્યાં રેઈડો કરવા સુચના આપવામાં આવી હતી. જે અન્વયે રાણાવાવ પો.સ્ટે. ના પો.સબ.ઈન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રાણાવાવ પો.સ્ટે. વિસ્તારના રાણા વડવાળા ગામમાં અલગ-અલગ બે જગ્યાએ રેઈડો કરી દેશી દારૂની 2 ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી. આ દરોડા દરમિયાન એક ભઠ્ઠીના માલિક રાજુ ડાયાભાઈ ચાનપા અને બીજી ભઠ્ઠીના માલિક કેશુ કારાભાઈ ઓડેદરા હાજર મળી આવ્યા ના હતા જેથી આ બંને આરોપીઓ વિરુદ્ધ રાણાવવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી રાણાવાવ પો.સ્ટે. ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા, પો.સબ.ઈન્સ. આર.વી. મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, પો.કોન્સ સંજય વાલાભાઈ, જયમલ સામતભાઈ, ભરત કાનાભાઇ, કુણાલસિંહ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya