
ભાવનગર 8 ડિસેમ્બર (હિ.સ.) : રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 20966/20965 ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસના સંચાલનમાં તાત્કાલિક ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. સાબરમતી સ્ટેશન પર ચાલુ નિર્માણ કાર્ય તથા બ્લોક લેવાતાં હોવાથી આ ટ્રેન તારીખ 16.12.2025 થી 15.06.2026 દરમિયાન ગાંધીગ્રામ અને સાબરમતી સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
ઉક્ત સમયગાળા દરમિયાન આ ટ્રેનનું સંચાલન ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે. ગાંધીગ્રામ–સાબરમતી–ગાંધીગ્રામ સેક્શનમાં આ ટ્રેનનું સંચાલન તાત્કાલિક સ્થગિત રહેશે.
મુસાફરોને વિનંતી છે કે મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનોની અદ્યતન સ્થિતિ અંગે માહિતી રેલવેની અધિકૃત વેબસાઇટ, 139 હેલ્પલાઇન અથવા નજીકના રેલવે સ્ટેશન પરથી મેળવી લેવી.
રેલવે પ્રશાસન થયેલી અસુવિધા બદલ ખેદ વ્યકત કરે છે તથા મુસાફરોના સહયોગની અપેક્ષા રાખે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ