સાંથલ પોલીસે 31 ડિસેમ્બર પહેલા 63 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો, મહેસાણામાં મોટી કાર્યવાહી
મહેસાણા, 8 ડિસેમ્બર (હિ.સ.) : નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે મહેસાણા પોલીસ સતર્ક બની છે. આ જ સંદર્ભમાં સાંથલ પોલીસે મોટી સફળતા મેળવી છે. પીએસઆઈ આર.બી. દવેને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બલોલ ગામની સીમમાં આવેલા આંબ
સાંથલ પોલીસે 31 ડિસેમ્બર પહેલા 63 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો – મહેસાણામાં મોટી કાર્યવાહી


સાંથલ પોલીસે 31 ડિસેમ્બર પહેલા 63 લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો – મહેસાણામાં મોટી કાર્યવાહી


મહેસાણા, 8 ડિસેમ્બર (હિ.સ.) : નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે મહેસાણા પોલીસ સતર્ક બની છે. આ જ સંદર્ભમાં સાંથલ પોલીસે મોટી સફળતા મેળવી છે. પીએસઆઈ આર.બી. દવેને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બલોલ ગામની સીમમાં આવેલા આંબા તલાવડી વિસ્તાર પર અચાનક રેડ કરી હતી.

રેડ દરમિયાન પોલીસે સ્થળ પર ચાલી રહેલી ગેરકાયદે દારૂ કટિંગની પ્રવૃત્તિને રંગેહાથ ઝડપીને કુલ 18,048 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો, જેની બજાર કિંમત અંદાજે 63 લાખ રૂપિયા થાય છે. સાથે સાથે પોલીસે એક જીપ ડાલા વાહન પણ કબજે કર્યું છે. દારૂનો જથ્થો અને વાહન સહિત કુલ 68 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીથી નવા વર્ષને ધ્યાનમાં રાખીને દારૂના જથ્થાની હેરાફેરીની મોટી યોજના નિષ્ફળ બની છે. સાંથલ પોલીસે પીકઅપ ડાલાના ચાલક સહિત અન્ય અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મહેસાણા પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહીએ તહેવારો દરમ્યાન વધતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સખ્ત નિયંત્રણનો સંદેશ આપ્યો છે, તેમજ સુરક્ષા અને કાનૂની વ્યવસ્થાને મજબૂત બનાવવાનો પ્રયાસ વધુ મજબૂત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande