વરાછામાં વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર પાલિકા અધિકારીને શો-કોઝ નોટિસ
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના વરાછા ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર દબાણ વિભાગના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટને પાલિકાએ શો-કોઝ નોટિસ ફટકાર્યો છે અને ત્રણ દિવસમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે. વૃદ્ધ મહિલા સાથે થયેલ
મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા


સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના વરાછા ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર દબાણ વિભાગના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટને પાલિકાએ શો-કોઝ નોટિસ ફટકાર્યો છે અને ત્રણ દિવસમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે.

વૃદ્ધ મહિલા સાથે થયેલા અભદ્ર વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પાથરણાવાળા અને દબાણ કરનારાઓ આજે વરાછા ઝોન ઓફિસે મોરચો લઈને પહોંચ્યા હતા અને અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

ઝોનલ ઓફિસર કરણ ભાવરેએ જણાવ્યું કે સ્ત્રી સાથે આ પ્રકારનું વર્તન નંદનીય છે, અને અધિકારીનો જવાબ મળ્યા બાદ આગળની કાર્યવાહી થશે.

આ ઘટનાને લઈ સૂરતના મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે અને સંબંધિત અધિકારી સામે શિસ્તનિયમિત પગલાં લેવા સૂચના આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande