
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના આંબેડકર આવાસના એક મકાનમાં પોલીસે રેડ પાડી રૂપિયા 6500ના મત્તાના ગાંજા સાથે બે જણાને ઝડપી પાડ્યી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બાતમીના આધારે પુણા મગોબ આંબેડકર આવાસ બિલ્ડિંગ નં-જી ફ્લેટ નં-108માં રહેતા જયેશ ઉર્ફે જીગો શંકર કનોડીયાના ફ્લેટમાં રેડ પાડી હતી. જેમાં તપાસ દરમિયાન ફ્લેટમાંથી રૂપિયા 6500ની કિંમતનો 0.130 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા જયેશ ઉર્ફે જીગો શંકર કનોજીયા (ઉ.વ.35) અને અજય મનહર રાઠોડ(ઉ.વ.33)ની ધરપકડ કરી છે. પોલીસે ગાંજા, રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 18,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે