પોલીસે બાઈકમાંથી મળેલા રૂપિયા માલિકને પરત આપ્યા, પછી ખુલ્યું કે તે તો ચોરીના હતા – રીલ બનાવતાં જ થયો ભાંડાફોડ
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના રાંદેર વિસ્તારમાં એક અજબ ઘટનાનો ભાંડો ફૂટતા પોલીસની કામગીરી પણ પ્રશ્ર્નચિહ્ન નીચે આવી છે. ગયા અઠવાડિયે રાંદેર રોડ પર બે દિવસથી એક બાઈક લાવારીસ હાલતમાં ઊભી હતી અને તેની ઉપર એક થેલી પણ લટકતી હતી. દુકાનદારને શંકા જતા
રીલ બનાવતાં જ થયો ભાંડાફોડ


સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના રાંદેર વિસ્તારમાં એક અજબ ઘટનાનો ભાંડો ફૂટતા પોલીસની કામગીરી પણ પ્રશ્ર્નચિહ્ન નીચે આવી છે. ગયા અઠવાડિયે રાંદેર રોડ પર બે દિવસથી એક બાઈક લાવારીસ હાલતમાં ઊભી હતી અને તેની ઉપર એક થેલી પણ લટકતી હતી. દુકાનદારને શંકા જતા તેણે તેનો વીડિયો બનાવ્યો અને થેલી ખોલી હતી, જેમાંથી આશરે ₹2.69 લાખ, કપડાં અને દારૂની બોટલ મળી આવી હતી. દુકાનદારે તરત જ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તાત્કાલિક પહોંચી અને બાઈકના નંબર પરથી માલિકને શોધી તેને રકમ સોપી દીધી હતી. પોતાની ‘ઈમાનદાર કામગીરી’ દર્શાવવા પોલીસએ એક રીલ પણ બનાવી હતી, જે સોશિયલ મીડિયા અને અનેક સમાચાર માધ્યમોમાં વાયરલ રહી હતી.

જેણે પોલીસ પાસેથી અઢી લાખથી વધુની રકમ લીધી, તે વ્યક્તિના મકાનમાલિકના ઘરમાં થોડા સમય પહેલાં જ ચોરી થઈ હતી. ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમજેમ પોલીસની બનાવેલી રીલ મકાનમાલિક સુધી પહોંચી, તેમને ચોંકાવનારો સત્ય સમજાયો.

મકાનમાલિકે જણાવ્યું કે ભાડૂઆત છેલ્લા ત્રણ મહિના થી ઘરભાડું ચૂકવી રહ્યો ન હતો, તો પછી અચાનક એટલી મોટી રકમ તેની પાસે કઈ રીતે આવી? શંકા વધતા તપાસ કરવામાં આવી અને ખુલ્યું કે પોલીસને જે ‘સાચા માલિક’ તરીકે દેખાડવામાં આવ્યો હતો, તે તો ચોર જ હતો અને આ રકમ મકાનમાલિકના ઘરમાં થયેલી ચોરીમાંથી મેળવી હતી. ચોરીના પૈસા પોલીસમાંથી જ પાછા લઈ જનાર આ શાતિર આરોપીએ બધાને છેતર્યા હતા, પોલીસની બનાવેલી રીલ જ તેના પર્દાફાશનું મુખ્ય કારણ બની.

આ બાઈક દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ (ઉંમર 46), નિવાસી પંચદેવ સોસાયટી, કતારગામની હોવાનું જાણવા મળ્યું હતું. તે હીરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે.

હવે, આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande