દેડીયાપાડાના સોલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશ વસાવાનો, પ્રાકૃતિક ખેતીનો અનોખો અભિગમ
- પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી-હાલોલમાંથી તાલીમ મેળવી નર્મદા જિલ્લામાં માસ્ટર ટ્રેનર તરીકે અનેક ખેડૂતોને પ્રેરિત કર્યા રાજપીપલા,8 ડિસેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લો મુખ્યત્વે કૃષિ આધારિત છે, અહીંનુ મોટા ભાગની ખેતી ચોમાસા પર આધારિત છે. સરકાર દ્વારા પ્ર
દેડીયાપાડાના સોલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશ વસાવાનો પ્રાકૃતિક ખેતીનો અનોખો અભિગમ


દેડીયાપાડાના સોલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશ વસાવાનો પ્રાકૃતિક ખેતીનો અનોખો અભિગમ


- પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી-હાલોલમાંથી તાલીમ મેળવી નર્મદા જિલ્લામાં માસ્ટર ટ્રેનર તરીકે અનેક ખેડૂતોને પ્રેરિત કર્યા

રાજપીપલા,8 ડિસેમ્બર (હિ.સ.) નર્મદા જિલ્લો મુખ્યત્વે કૃષિ આધારિત છે, અહીંનુ મોટા ભાગની ખેતી ચોમાસા પર આધારિત છે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રીય સ્તરે નેશનલ મિશન ઑન નેચરલ ફાર્મિંગ (NMNF) હેઠળ અનેક યોજનાઓ અમલમાં છે. આવા સમયે દેડીયાપાડા તાલુકાના સોલિયા ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ વસાવા પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

પ્રાકૃતિક ખેતી તરફ વળવાની તેમની સફર વિશે વાત કરતા મુકેશભાઈએ જણાવ્યું કે, અગાઉ હું રાસાયણિક ખાતરોનો જ વધુ ઉપયોગ કરતો હતો, પરંતુ જમીનની તંદુરસ્તી ઘટતી જોવા મળતાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો. આજે મારા ખેતરમાં જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, વર્મીકમ્પોસ્ટ તથા દેશી ગાય આધારિત દ્રાવણોનો ઉપયોગ કરૂં છું. તેના પરિણામે જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું, જમીન નરમ અને પોચી બની, સૂક્ષ્મ જીવાણુઓમાં વધારો થયો અને અળસીયાની (earthworms) સંખ્યા વધતા જમીનની ફળદ્રુપતામાં સુધારો થયો છે.

મુકેશ વસાવાએ દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી, હાલોલ ખાતે વિશેષ તાલીમ મેળવી હતી. ત્યારબાદ તેમને નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા માસ્ટર ટ્રેનર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.

માસ્ટર ટ્રેનર તરીકે તેઓઓ નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ સાગબારા, દેડીયાપાડા, તિલકવાડા, ગુરુડેશ્વર અને નાંદોદમાં નિયમિત તાલીમ વર્ગો લે છે. દરેક તાલીમ વર્ગમાં 30 ખેડૂતોને તાલીમ આપી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારી રહ્યા છે.

સોલિયા ગામે આવેલા તેમના મોડેલ ફાર્મની મુલાકાત કરતા ખેડૂતોને તેઓ જીવામૃત–ઘનજીવામૃત બનાવવાની રીત, વર્મીકમ્પોસ્ટ યુનિટ, પ્રાકૃતિક જીવાણુનાશક દવાઓ બનાવવાની પ્રેક્ટિકલ માર્ગદર્શન, ગૌમૂત્ર આધારિત દ્રાવણોનો કૃષિમાં ઉપયોગ અંગે જાણકારી આપે છે. આ મુલાકાત ખેડૂતોને પ્રયોગાત્મક, ઉપયોગી અને ગણતરીસર ફાયદાકારક સાબિત થાય છે.

મુકેશભાઈ તેમના ખેતરમાં હળદર, પાપડી, મરચાં, અને તુવેરનો મિશ્ર પાક કરે છે. રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કર્યા પછી ઉત્પાદનની ગુણવત્તા વધી, જમીનની હેલ્થ સુધરી, ઝીરો બજેટ ફાર્મિંગ શક્ય બન્યું અને બજાર મૂલ્ય વધુ મળતું થયું છે.

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સતત પ્રેરણા અને માર્ગદર્શન અગત્યનું યોગદાન આપે છે. તેમની પહેલ બાદ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ વલણ વધી રહ્યું છે.

નર્મદા જિલ્લો દરેક રીતે અંતરિયાળ હોવા છતાં આ અભિયાનમાં પાછળ નથી રહ્યો. મુકેશ વસાવા જેવા ખેડુતોને કારણે નર્મદામાં પ્રાકૃતિક ખેતીમાં હકારાત્મક પરિવર્તન ઝડપથી દેખાઈ રહ્યું છે.

દેડીયાપાડા તાલુકાના બેબાર ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશ વસાવા જેવા અનેક ખેડુતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. તેઓ પોતાના ક્ષેત્રમાં જીવન્ત મોડેલ ફાર્મ બની અન્ય ખેડુતોને માર્ગદર્શન આપી રહ્યા છે.

નર્મદા જિલ્લાનાં ખેડૂતોના એકત્રિત પ્રયત્નોથી જમીનની ફળદ્રુપતા વધી રહી છે, રસાયણિક મુક્ત ખેતી વધતી જાય છે, જૈવિક અસરકારક દ્રાવણોનો વ્યાપ વધ્યો છે, ટકાઉ અને સ્વસ્થ કૃષિ તરફ સરસ મજાનો વળાંક આવ્યો છે, જેના કારણે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રમાં આમુલ પરિવર્તન આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande