ગ્રામીણ ઉત્કર્ષનું સફળ નેતૃત્વ કરતું ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, રાજપીપલા
- 15 વર્ષમાં 11000 ગ્રામીણ યુવાનો-મહિલાઓને બનાવ્યાં સ્વનિર્ભર - માત્ર છેલ્લા એક-દોઢ વર્ષમાં જ 35 શિબિરો દ્વારા 1066 થી વધુ નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કર્યા - RSETI રાજપીપલામાં 30 ગ્રામીણ બહેનો લઈ રહી છે મફત ટેલરિંગ તાલીમ - 31 દિવસીય ટેલરિંગ શિબિરમા
ગ્રામીણ ઉત્કર્ષનું સફળ નેતૃત્વ કરતું ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન રાજપીપલા


ગ્રામીણ ઉત્કર્ષનું સફળ નેતૃત્વ કરતું ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન રાજપીપલા


- 15 વર્ષમાં 11000 ગ્રામીણ યુવાનો-મહિલાઓને બનાવ્યાં સ્વનિર્ભર

- માત્ર છેલ્લા એક-દોઢ વર્ષમાં જ 35 શિબિરો દ્વારા 1066 થી વધુ નવા ઉદ્યોગસાહસિકો તૈયાર કર્યા

- RSETI રાજપીપલામાં 30 ગ્રામીણ બહેનો લઈ રહી છે મફત ટેલરિંગ તાલીમ

- 31 દિવસીય ટેલરિંગ શિબિરમાં બહેનો શિખશે મશીન, કટિંગ, ડિઝાઇન

રાજપીપલા, 8 ડિસેમ્બર (હિ.સ.) : વર્ષ 2010 થી અત્યાર સુધી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, રાજપીપલાએ કુલ 350 થી વધુ તાલીમ શિબિરો યોજી, અંદાજે 11000 થી વધુ લાભાર્થીઓને હુન્નરબદ્ધ બનાવ્યા છે. આમાંથી 8000 થી વધુ તાલીમાર્થીઓ સ્થિર (સેટલ્ડ) થયા છે, જ્યારે 7000 થી વધું તાલીમાર્થીઓએ પોતાનો સ્વતંત્ર વ્યવસાય-ધંધો શરૂ કરી સ્વનિર્ભરતા હાંસલ કરી છે. માત્ર છેલ્લા એક-દોઢ વર્ષમાં જ 35 શિબિરો દ્વારા 1066 થી વધુ લાભાર્થીઓને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવાયો છે.

સંસ્થાના ડાયરેક્ટર રજનીકાંત સોલંકીએ જણાવ્યું કે, સંસ્થાનો હેતુ માત્ર તાલીમ સુધી મર્યાદિત નથી, તાલીમ પૂર્ણ થયા પછી બે વર્ષ સુધી નિયમિત ફોલોઅપ તેમજ બેન્ક લોન તથા અન્ય સહાયમાં સંપૂર્ણ માર્ગદર્શન-સહયોગ આપવામાં આવે છે. જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી સંસ્થાની તમામ તાલીમોની સતત દેખરેખ રાખે છે.

હાલ RSETI રાજપીપલામાં 31 દિવસીય ‘વુમન ગારમેન્ટ મેકિંગ’ તાલીમ 13 ડિસેમ્બર, સુધી ચાલુ છે, જેમાં 30 ગ્રામીણ મહિલાઓને સિલાઈ મશીન ચલાવવું, કટિંગ-સ્ટીચિંગ, મેઝરમેન્ટ તથા નવીન ડિઝાઇનની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી રહી છે.

તાલીમ દરમિયાન તમામ મટિરિયલ, ચા-નાસ્તો તથા બપોરનું ભોજન સંસ્થા દ્વારા નિશુલ્ક આપવામાં આવી રહી છે.

બોરીદ્રાની મંગલાબેન વસાવા તથા ચિત્રકુટ સોસાયટીની પ્રફુલ્લા વસાવાએ જણાવ્યું કે, સિવણ અંગે વધુ જાણકારી નહતી. સંસ્થામાં જોડાયા બાદ ખબર પડી કે મશીન પર કેવી રીતે બેસવું, કટિંગ-સ્ટીચિંગ કેવી રીતે કરવું, અહીં, દરેક વસ્તુ ઝીણવટપૂર્વક શીખવવામાં આવે છે. પ્રેક્ટિસ મટિરિયલ પણ અહીં જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વધુમાં તાલીમાર્થીઓએ ઉમેર્યું કે, તમામ તાલીમાર્થી બહેનો માટે અહીં ચા-નાસ્તા સહિત બપોરનું ભોજન પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અમારી દરેક સુવિધાનું આરસેટી દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે. આટલા દિવસમાં અમે કટિંગ્સ, ચણિયા કટિંગ, મેજર ટેપ અને માપ અંગે જાણકારી, વિવિધ સાત પ્રકારની કુરતીઓ સીખી છે. પ્લાઝો, સલ્વાર સહિતની તમામ સિલાઈ કામ અમે અહી શીખી રહ્યા છે. બંનેએ નિશુલ્ક તાલીમ માટે RSETIનો આભાર માન્યો હતો.

વુમેન ગારમેન્ટ્સની તાલીમ આપતા ડીએસટી શંકુતલા રાજપુતે કહ્યું કે, આ માત્ર હુન્નર નહીં, પરંતુ ગ્રામીણ ભાઈઓ-બહેનોને આત્મનિર્ભર બનવાના સપનાને સાકાર કરતું મજબૂત પગલું છે. RSETI રાજપીપલા ગ્રામીણ યુવાનો-મહિલાઓને સ્વરોજગારના માર્ગે લઈ જવાનું સતત પ્રયાસ કરી રહી છે.

ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, રાજપીપલા વિષે ટૂંકમાં સમજીએ તો, અહીં સિવણ ક્લાસ સહિત પશુપાલન અને વર્મી કંપોસ્ટ, કોમ્પ્યુટર બેઝીક, બ્યુટી પાર્લર મેનેજમેન્ટ, મોબાઈલ રીપેરિંગ અને સર્વિંસ, વાંસકામ આધારિત તાલીમ આપવામાં આવે છે.

ટૂંક સમયમાં ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી તાલીમ પણ યોજાશે.

આ સંસ્થા તાલીમાર્થીઓને માત્ર શીખવતું નથી, સ્થાપિત પણ કરે છે. આ તાલીમ નહીં, સંપૂર્ણ સ્વાવલંબન છે. જ્યાં તાલીમાર્થીઓને બે વર્ષ સુધી હાથ પકડીને ચલાવવામાં છે. આ સંસ્થા ગ્રામીણ ઉત્કર્ષનું શ્રેષ્ઠ મોડેલ સાબિત થઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande