
સુરત, 8 ડિસેમ્બર (હિ.સ.) : શહેરના મોટા વરાછા વિસ્તારમાં કબ્રસ્તાનની બાજુમાં બની રહેલી નિર્માણાધીન બિલ્ડિંગમાં રહેતા વીધર્મી યુવકે ત્યાં જ કામ કરતી કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને લગ્નની લાલચ આપી તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પરંતુ કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. જેથી આખરે સમગ્ર વાતનો ભાંડો ફૂટતા કિશોરીના પરિવારજનો ઉતરાણ પોલીસ મથકમાં પહોંચ્યા હતા. પોલીસે મોડી રાત્રે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનની બાજુમાં નીલગીરી હાઈટ્સ નામની બિલ્ડીંગ નિર્માણાધીન છે. ત્યાં અલગ અલગ રાજ્યમાંથી કેટલાક લોકો અહીં મજૂરી કામ માટે કામ કરી ત્યાં જ વસવાટ કરે છે. આ દરમિયાન મોહમ્મદ આઝાદ ઉર્ફે અસ્જત બલી નામના વિધર્મી યુવક પણ અહીં બિલ્ડિંગમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. આ દરમિયાન મોહમ્મદ આઝાદે બિલ્ડીંગમાં જ મજૂરી કામ કરતી કિશોરી પર દાનત બગાડી હતી અને જૂન 2025 માં તેમને લગ્નની લાલચ આપી તેનો અપહરણ કરી વાતોમાં ભોળવી હતી. ત્યારબાદ મોહમ્મદ આઝાદએ કિશોરીને નિર્માણાધિન બિલ્ડીંગના જ સાતમા આઠમા માળે લઈ જઈ એક મહિના સુધી વારંવાર બળાત્કાર ગુજારી તેનું શારીરિક શોષણ કર્યું હતું અને આખરે કિશોરી ગર્ભવતી થઈ જતા મોહમ્મદ આઝાદ એ તેને તરીછોડી દીધી હતી. જેથી આખરે બાદમાં કિશોરીના પરિવારને તેની દીકરી ગર્ભવતી હોવાનું માલુમ પડતા તેઓએ પૂછપરછ કરતા તેમના સઘળી હકીકત જણાવી હતી. જેથી ગતરોજ કિશોરી અને તેના પરિવારજનોએ ઉતરાણ પોલીસ મથકમાં મોહમ્મદ આઝાદ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મોડી રાત્રે તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે