સુરતમાં આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈ 10 કિલોમીટર લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-જળ, જંગલ અને જમીન સંરક્ષણ યાત્રાની વાત કરીએ તો સુરતના માંડવી માલધાફાટાથી 10 કિલોમીટર લાંબી માંડવી મામલતદાર કચેરી સુધીની જળ, જંગલ અને જમીન સહિતના આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા શ
સુરત


સુરત, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-જળ, જંગલ અને જમીન સંરક્ષણ યાત્રાની વાત કરીએ તો સુરતના માંડવી માલધાફાટાથી 10 કિલોમીટર લાંબી માંડવી મામલતદાર કચેરી સુધીની જળ, જંગલ અને જમીન સહિતના આદિવાસીઓના પડતર પ્રશ્નોને લઈ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારે સુત્રોચાર સાથે રેલી માંડવી મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સુરત અને તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ માંડવીના માલધા ફાટાથી માંડવી મામલતદાર કચેરી સુધીની જળ, જંગલ, જમીન સંરક્ષણ યાત્રા આદિવાસીઓ દ્વારા કાઢવામાં આવી હતી. આદિવાસીનું શોષણ ચલાવવાના નથી, આદિવાસી જમીનના માલિક છે અને વિકાસના નામે આદિવાસીઓ પાસેથી જળ, જમીન, જંગલના હકો લઈ જમીન પર લાવી દીધા છે. ત્યારે ડેમોમાં વિસ્થાપિત થયેલી આદિવાસીઓને જમીનના બદલામાં જમીન આપોની માગ સાથે વિશાળ રેલી યોજી આદિવાસીઓએ હુંકાર ભર્યો હતો. હવે દીપડા માટે અભ્યારણ આવશે, જેમાં પણ આદિવાસીઓની જમીન ગુમાવવાનો વારો આવશે એવો આક્ષેપ આદિવાસી નેતાઓએ કર્યો છે.

સુરત અને તાપી જિલ્લાના આદિવાસી વિસ્થાપિતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. રેલીમાં જોડાયેલા આદિવાસી નેતાઓએ માંડવી મામલતદાર કચેરી સામે જ અધિકારીઓને ચીમકી આપી હતી કે જળ, જમીન, જંગલ પર અમારો હક્ક છે અને અમે લઈને રહીશું. અમારા સમાજમાં પડેલા ભાગલાના કારણે આજે આદિવાસી સમાજે ભોગવવાનું આવ્યું છે. આદિવાસીઓના મત લઈ નેતા બનતા લોકો ના દુશ્મન બની જાય છે. આ સરકારમાં બેઠેલા આદિવાસી નેતાઓ ચૂંટાઈને સમાજને ભૂલી જાય છે, ત્યારે આદિવાસી સમાજે આવા નેતાઓને ઓળખી લેવાની જરૂર છે. એક નેતાઓ ત્યાં સુધી બોલ્યા અમારા આદિવાસી વિસ્તાર છોડો નહીં તો અમે શહેરો પર કબ્જો કરી લઈશું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande