પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). વર્ડ મેમન ઓર્ગેનાઈઝેશનના ડેલીગેસન અલીગઢ યુનિવર્સીટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના અમદાવાદથી અબ્દુલકાદિર જોડીયાવાળા, શરીફભાઇ મેમન, અબ્દુલરજાક ઈન્જીનીર, ઈસ્માઈલભાઈ મેમણ, મોહસીનભાઈ સુર્યા, સુરતથી રિયાઝભાઈ તૈલી તેમજ પોરબંદરથી ફારૂકભાઈ સુર્યા જોડાયા હતા. તેમની આ મુલાકાત વિષે જણાવતા ફારૂકભાઈ સુર્યાએ જણાવ્યું હતું કે, વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. હસીન આઘાડીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળએ 1350 એકરમાં ફેલાયેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના અરબી વિભાગની મુલાકાત લેવાનો અને પ્રોફેસર અબ્દુલ અઝીઝ મેમણ દ્વારા લખાયેલા પુસ્તકો જોવાનો લહાવો મળ્યો. આ મુલાકાત વખતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર પ્રોફેસર નઈમાં ખાતુન સાથે પણ શુભેચ્છા મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો હતો.વધુમાં વાત કરતા ફારૂકભાઈ જણાવે છે કે, પ્રોફેસર અબ્દુલ અઝીઝ મેમણનો જન્મ 23 ઓક્ટોબર, 1888ના રોજ ગોંડલ, જિલ્લો રાજકોટ, કાઠિયાવાડ રાજ્યમાં થયો હતો.જ્યાં શિક્ષણની બહુ પરંપરા નહોતી. પ્રોફેસર મેમને આ અભ્યાસ પૂર્ણ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો અને તેમના પિતા જે બનાવા માંગતા હતા તે પ્રાપ્ત કર્યું, અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ 1936 થી 1956 દરમ્યાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા અને અરબી વિભાગના વડા તરીકે સેવાઓ આપી હતી.તેઓ એવા જ એક વિદ્વાન હતા, જેમની અરબી ભાષાથી તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી.આરબ વિશ્વમાં, તેઓ અલ-મેમોની (શિક્ષક) અને ઈમામ-ઉલ-લુગૌર (લેક્સિકોનના ઈમામ) તરીકે જાણીતા હતા. તેમની શિષ્યવૃત્તિ અને સંશોધન સાથે તેઓ અલીગઢ યુનિવર્સિટીમાં અરબી વિભાગના વડા બન્યા અને 1926 માં આ પદ સંભાળનાર પ્રથમ બિન-યુરોપિયન બન્યા. વિદેશી ભાષામાં નિપુણતા મેળવવી ખૂબ મુશ્કેલ નથી ઘણા તે કરે છે. પરંતુ ભાગ્યે જ કોઈ બિન-મૂળ વક્તા કોઈ ભાષા પર આટલી મોટી કમાન્ડ પ્રાપ્ત કરે છે કે મૂળ બોલનારાઓ માત્ર સિદ્ધિને સ્વીકારતા નથી પરંતુ વિદ્વાનને એક સત્તા તરીકે ઓળખે છે. પ્રોફેસર અબ્દુલ અઝીઝ મેમણ આવા જ એક વિદ્વાન હતા, જેમની અરબી ભાષાના કમાન્ડને કારણે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી. અરબી વિભાગના ડિપાર્ટમેન્ટ તરીકે પોતાની સેવાઓ આપતા હતા અને ત્યાંથી રિટાયર થયા બાદ પોતાનું મકાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને વકફ કરી જે હાલ પણ યુનિવર્સિટી કેમ્પસમાં મેમણ મંઝિલ તરીકે આવેલી છે વર્ડ મેમન ઓર્ગેનાઈઝેશનના ડેલીગેશન આ મેમણ મંઝિલની મુલાકાત કરી હતી અને આ મેમણ મંઝિલ ને રિનોવેટ કરી લોકોને ઉપયોગી થઈ શકે તેવી વ્યવસ્થા WMO દ્વારા કરી આપવા અંગે પણ ચર્ચા થઈ છે. WMO ના આ ડેલિગેનાશને સાથે સાથે અલ-બરકાત યુનિવર્સિટીની પણ મુલાકાત કરી હતી અને અલ-બરકતમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમો વિષે માહિતી મેળવી મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને આ યુનિવર્સિટીઓમાં વધુને વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વ્યવસ્થા કરી શકાય તેવા આયોજન અંગે આગામી સમયમાં વિચાર કરી વ્યવસ્થા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya