આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
•મત ગણતરીન મથકો તાલુકા સેવા સદન-દેડીયાપાડા તથા તાલુકા પંચાયત કચેરી-સાગબારાની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો •જાહેરનામાની અમલવારી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના ૦૬:૦૦ કલાકથી મત ગણતરી પર્ણ થયા બાદના બે કલાક સુધી
આદર્શ આચાર સંહિતાની અમલવારી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


•મત ગણતરીન મથકો તાલુકા સેવા સદન-દેડીયાપાડા તથા તાલુકા પંચાયત કચેરી-સાગબારાની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો

•જાહેરનામાની અમલવારી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના ૦૬:૦૦ કલાકથી મત ગણતરી પર્ણ થયા બાદના બે કલાક સુધી કરવાની રહેશે

રાજપીપલા, 17 ફેબ્રુઆરી (હિ.સ.). રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા મધ્યસ્થસત્ર ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાની (૧) ૨૨-ઝાંક તાલુકા પંચાયત મતદાર મંડળ તથા (૨) ૨-ભાદોડ તાલુકા પંચાયત મતદાર મંડળની પેટા ચૂંટણી માટે .૧૬/૦૨/૨૦૨૫ને રવિવારના રોજ મતદાન યોજાયું હતું.

મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ને મંગળવારના રોજ સાગબારા અને દેડિયાપાડા તાલુકા પંચાયત ખાતે હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરીની પ્રક્રિયા સુચારુરૂપે પૂર્ણ થાય અને મતગણતરી કેન્દ્રો ખાતે આદર્શ આચાર સંહિતા તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મતગણતરી કેન્દ્રો ખાતે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી.કે.ઉંધાડ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. જાહેરનામા મુજબ (૧) ૨૨-ઝાંક તાલુકા પંચાયત મતદાર મંડળ તથા (૨) ૨-ભાદોડ તાલુકા પંચાયત મતદાર મંડળ પેટાચૂંટણી અન્વયે તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર મત ગણતરીના મથકો (૧) તાલુકા સેવા સદન, દેડીયાપાડા, તા.દેડીયાપાડા, જિ.નર્મદાની તથા (૨) તાલુકા પંચાયત કચેરી, સાગબારા, તા.સાગબારા, જિ.નર્મદાની આસપાસ સવારના ૦૬:૦૦ કલાકથી મત ગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી આદર્શ આચાર સંહિતા અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મતગણતરી મથક અને તેની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. મતગણતરી મથક અને તેની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સભા ભરી શકાશે નહી કે સંબોધી શકાશે નહી અને સરઘસ કાઢી શકાશે નહીં. મતગણતરી મથક અને તેની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ વાહન લઈ જઈ શકશે નહી. મતગણતરી મથક અને તેની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજ વસ્તુઓ લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી. મત ગણતરીના દિવસે ઉમેદવારો કે ઉમેદવારોના ટેકેદારો તથા રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થવા સંભવ હોય તેઓએ મત ગણતરીની કામગીરીમાં કોઈ અડચણ ઉભી કરવી નહીં.

આ જાહેરનામું અપવાદ રૂપે રાજય ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓ. ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારી/કર્મચારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો. ચૂંટણી અધિકારીશ્રી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અથવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અથવા પોલિસ અધિક્ષકશ્રી અધિકૃત કરે તેવા વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના ૦૬:૦૦ કલાકથી મત ગણતરી પર્ણ થયા બાદના બે કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ - ૨૨૩ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande