મોડાસા, 17 ફેબ્રુઆરી (હિ.સ.) આઇક્યુએસી અંતર્ગત બી. ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન મોડાસામાં ભૂતપૂર્વ તાલીમાર્થી કે.એન.શાહ હાઈસ્કૂલ મોડાસાના અંગ્રેજી વિષયના નિવૃત્ત શિક્ષક અને સુપરવાઇઝર કનુભાઈ આર ખાંટની વ્યાખ્યાન મુલાકાત યોજાઇ હતી તેમણે પ્રશિક્ષણાર્થીઓને વિદ્યાર્થીના લક્ષણો અને સાફલ્ય પર વક્તવ્ય આપ્યું હતું.શરૂઆતમાં તેમનું પુષ્પ ગુચ્છથી સ્વાગત અને પરિચય કાર્યાલયના પ્રતિનિધિ મહેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં તાલીમાર્થી પ્રતિનિધિ પૃથ્વીરાજે ફીડબેક આપી આભાર વ્યક્ત કર્યો હતો. તેમનું વક્તવ્ય સૌ પ્રશિક્ષણાર્થીઓ માટે પ્રેરણાના પુષ્પ સમાન રહ્યું હતું. પ્રિ.ડો.બી. ડી. પટેલે કનુભાઈ ખાંટને ધન્યવાદ આપી આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ