વડોદરા, 17 ફેબ્રુઆરી (હિ.સ.)-વડોદરામાં બિલ્ડરના પુત્રના લગ્નમાં દારૂની મહેફિલ જામ્યાની ચર્ચાએ જોર પકડયું છે અને તેને લઈ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,માંજલપુરમાં લગ્ન પસંગ પૂર્વે પાર્ટી પ્લોટનો એક ભાગ જાણે બાર બની ગયો હોય તેવું લાગી રહ્યું છે,દારૂબંધીના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે જેમાં નાની બોટલમાં દારૂ ઠલવાતો હોવાનો વીડિયો વાયરલ છે અને વેઈટર આ બોટલમાં દારૂ ભરી રહ્યાં છે અને પીરસાયો હતો,પંચશીલ સ્કૂલની પાસે શિવ પાર્ટી પ્લોટનો વીડિયો છે.
વાઈરલ વિડીયોમાં વ્હિસ્કીનો જથ્થો તૈયાર કરાયો હોવાનું જોઈ શકાય છે. જેમાં ચાર જેટલા ઈસમો મહેમાનો માટે બોટલો તૈયાર કરતા હોવાનું જોઈ શકાય છે. અલબત આ મામલે બિલ્ડર કોણ છે તે જાણી શકાયું નથી. પોલાીસ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરાઇ છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે