નર્મદા જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરીથી બી.પી અને ડાયાબીટીસ નોંધણી માટે મેગા ઝુંબેશ
•આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી •ઘરે-ઘરે આરોગ્ય ટીમ પહોંચીને કરશે સ્ક્રીનિંગ અને નિદાન સરકારશ્રી દ્વારા દવાઓની સતત ઉપલબ્ધિ માટે નોંધણી જરૂરી રાજપીપલા, 17 ફેબ્રુઆરી (હિ.સ.). રાજ્ય સરકારના આરોગ્ય અને
ડાયાબીટીસ નોંધણી માટે મેગા ઝુંબેશ


•આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ થી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી

•ઘરે-ઘરે આરોગ્ય ટીમ પહોંચીને કરશે સ્ક્રીનિંગ અને નિદાન સરકારશ્રી દ્વારા દવાઓની સતત ઉપલબ્ધિ માટે નોંધણી જરૂરી

રાજપીપલા, 17 ફેબ્રુઆરી (હિ.સ.). રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં ૨૦મી ફેબ્રુઆરી ૨૦૨૫ થી ૩૧મી માર્ચ ૨૦૨૫ સુધી બ્લડ પ્રેશર (બી.પી) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.

એન.પી-એન.સી.ડી. પ્રોગ્રામ અંતર્ગત બિન-ચેપી રોગોના સ્ક્રીનિંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ દરેક ૩૦+ ઉંમરના નાગરિકો લઈ શકશે.

આ ઝુંબેશ હેઠળ નિઃશુલ્ક બ્લડ પ્રેશર અને ડાયાબીટીસની ચકાસણી, શંકાસ્પદ દર્દીઓનું તાત્કાલિક નિદાન અને દવા ઉપલબ્ધતા તેમજ ઘરે-ઘરે આરોગ્ય ટીમ દ્વારા તપાસની સુવિધા ઉપલબ્ધ થશે. ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવશો? તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સા.આ.કેન્દ્ર અથવા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ-સેન્ટર, મા.આ કેન્દ્ર) ખાતે નોંધણી કરાવી શકો છો. આશા વર્કર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે-ઘરે આવી નોંધણી કરશે.આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે. ૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં બે વાર બી.પી અને ડાયાબીટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. તેમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત - નર્મદા તરફથી મળેલી અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande