થવા એકલવ્ય વિદ્યાલય ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
•મીની જયાબેન મોદી હોસ્પિટલ એક દિવસ માટે ઊભી કરવામાં આવી હતી •15 નિષ્ણાત તબીબોએ અંતરીયાળ ગામોના 1800 થી વધુ દર્દીઓને તપાસી દવા આપી હતી •કેમ્પમાં ઇમરજન્સી હોય એવા ત્રણ દર્દીઓને એમ્બ્યુલન્સથી અંકલેશ્વર હોસ્પિટલ લઈ જવાયા ભરૂચ 17 ફેબ્રુઆરી (હિ.સ.
થવા એકલવ્ય વિદ્યાલય ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો


•મીની જયાબેન મોદી હોસ્પિટલ એક દિવસ માટે ઊભી કરવામાં આવી હતી

•15 નિષ્ણાત તબીબોએ અંતરીયાળ ગામોના 1800 થી વધુ દર્દીઓને તપાસી દવા આપી હતી

•કેમ્પમાં ઇમરજન્સી હોય એવા ત્રણ દર્દીઓને એમ્બ્યુલન્સથી અંકલેશ્વર હોસ્પિટલ લઈ જવાયા

ભરૂચ 17 ફેબ્રુઆરી (હિ.સ.). થવા ગામના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો. 15 નિષ્ણાત તબીબોએ સેવા આપી. થવા અને આજુબાજુના અંતરીયાળ ગામોના 1800થી વધુ દર્દીઓએ લાભ લીધો. ઈસીજી, એક્સ-રે, લેબ ટેસ્ટ અને જનરલ રોગોની તપાસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હતી. એક દિવસ માટે મીની જયાબેન મોદી હોસ્પિટલ ઊભી કરવામાં આવી. ઓપરેશનની જરૂર હોય એવા દર્દીઓને અંકલેશ્વર ખાતે મફત સારવાર આપવામાં આવશે. કેમ્પ દરમિયાન તાત્કાલિક સારવારની જરૂર હોય એવા ત્રણ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા અંકલેશ્વર હોસ્પિટલ ખસેડાયા. તમામ દર્દીઓને ફૂડ પેકેટ આપવામાં આવ્યા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેમ્પની મુલાકાત લીધી. મોટી સંખ્યામાં આવેલા દર્દીઓ અને હોસ્પિટલની સેવાઓની પ્રશંસા કરી. કેમ્પમાં જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, કિરણ મોદી, જનરલ મેનેજર ડૉ. નિનાદ ઝાલા, ડૉ. આત્મી ડેલીવાલા, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, પ્રમુખ યોગેશ જોશી, મંત્રી માનસિંહ માંગરોલા, આચાર્ય પ્રવિણ પટેલ અને સ્ટાફ હાજર રહ્યો. મેગા મેડિકલ કેમ્પ સફળ રહ્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande