જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૮મી માર્ચે સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
સુરત , 17 ફેબ્રુઆરી (હિ.સ.). સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે: પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો --- માહિતી બ્યુરોઃસુરત:સોમવાર: સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત
જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૮મી માર્ચે સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે


સુરત , 17 ફેબ્રુઆરી (હિ.સ.). સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે: પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો

---

માહિતી બ્યુરોઃસુરત:સોમવાર: સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૮/૩/૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

સુરત જિલ્લાની તમામ કોર્ટોમાં શહેર અને તાલુકા કોર્ટોમાં પેન્ડીંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ ના કેસો, નાણા વસુલાતના કેસો, મજૂર તકરાર, ઈલેક્ટ્રીસીટી એન્ડ વોટર બિલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), જમીન સંપાદન રેફરન્સના કેસો, વૈવાહિક તકરારોના (છુટાછેડા સિવાયના) કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો, અન્ય દીવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા) જેવા ટાર્ગેટેડ કેસોના નિકાલ માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો.

વધુમાં, સીસીટીવી કંટ્રોલરૂમ, સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ હેઠળ ઈ-ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન મધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનીશિએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલિફોનીક માધ્યમથી ઈ-ચલણ ભરવા માટે લોકોને શિક્ષીત કરવામાં આવશે. લોકઅદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે.

રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે, જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતમાં અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરત તથા તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરી પોતાનો કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમૂ મુકી શકશે તેમ જિ.કાનૂની.સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande