પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લાની રાણાવાવ-કુતિયાણા એમ બે બન્ને નગપાલિકાની ચુંટણી ગઈકાલે શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધો ચુંટણી જંગ હતો અહીં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો રાણાવાવ નગરપાલિકામાં 50.19 અને કુતિયાણા નગરપાલિકામાં 59.83 ટકા મતદાન નોંધાયુ હતુ મતદાન બાદ ભાજપ અને સમાજવાદી પાર્ટીએ જીતના દાવા કર્યા છે.રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચુંટણીને લઇ વહિવટી તંત્ર દ્રારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ હતુ તો પોલીસ વિભાગ દ્વારા દરેક મતદાન મથક પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો હતો કુતિયાણા નગરપાલિકામાં બે બળીયા ઉમેદવાર વચ્ચે જંગ હોવાથી કુતિયાણા પોલીસ છાવણીમાં ફેરવાયો જોકે શાંતિપૂર્ણ માહોલ મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી કુતિયાણામાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેના કારણે મોટભાગાન મતદાન મથક પર મતદારોની ભીડ જોવા મળી હતી કુતિયાણામાં એક બે બુથ પર ઇવીએમની ની ટેકનીકલ ખામીને કરતા ખાસ કોઈ મુશ્કેલી સર્જાઇ ન હતી રાણાવાવામા ગત ચુંટણી કરતા મતદાનમાં વધારો થયો હતો જયારે કુતિયાણામાં બે થી ત્રણ ટકા ઓછું મતદાનથયુ હતુ આવતીકાલે તા. 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને રાણાવાવન નગરપાલિકાના 7 વોર્ડના 56 ઉમેદવારો અને કુતિયાણા નગરપાલિકાના 6 વોર્ડના 48 ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે અંતે તો જો જીતા વહી સિકંદર.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya