પોરબંદર, 17 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લામાં રણાવાવ અને કુતિયાણા નગરપાલિકાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.16/02/2025 ના રોજ મતદાન યોજાશે તેમજ તા.18/02/2025બના રોજ મતગણતરી થનાર છે. જે અંતગર્ત રાણાવાવ નગરપાલિકાનું મતગણતરી કેન્દ્ર સરકારી વિનિયન કોલેજ, રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાનું મતગણતરી કેન્દ્ર સરકારી હાઇસ્કુલ, કુતિયાણા ખાતે તા.18/02/2025 ના રોજ મતગણતરી કરવામાં આવશે જે મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઇ શકે અને મતગણતરી દરમ્યાન કોઇપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઇ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા મતગણતરી કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં તા.18/02/2025 ના રોજ ચૂંટણીપંચની ગાઇડલાઇન મૂજબ અમલવારી માટે વિવિધ આદેશો કરાયા છે.જેમાં કોઇપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઇ આવે તે રીતે પ્રદર્શીત કરવા આદેશ કરાયો છે તેમજ મતગણતરી કેન્દ્રની આસપાસના 200 મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રીત થવા તેમજ કોઇ સભા ભરવા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકાયો છે.
કોઇપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઇપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઇસીસમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઇ ઉપકરણો લઇ જવા કે તેનો ઉપયોગ કરવા પ્રતિબંધ કરાયો છે.ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે-તે મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તે સિવાયના અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહી.તેમજ મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઇસ્યુ કરવા માટે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. અને મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નક્કી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું આદેશ કરવામાં આવ્યો છે.આ હુકમના મૂજબ જરૂરી આદેશો અને પ્રતિબંધોમાંથી મતગણતરી તેમજ મતગણતરીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી- કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારી- કર્મચારીઓ તથા ફરજ પરના પોલીસ,એસઆરપી તેમજ હોમગાર્ડના અધિકારી અને જવાનો મુક્તિ આપવામાં આવી છે.આ જાહેરનામું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 ની જોગવાઇ મુજબ હુકમની તારીખ એટલે કે તા.18/02/2025ના રોજ અમલમાં રહેશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya