ડિંડોલીમાં 8 વર્ષના બાળક પર શ્વાને હુમલો
સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-ડિંડોલી સ્થિત મહાદેવ નગર ખાતે 8 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બીજી તરફ કામરેજ તાલુકાના ડુંગરા ગામે 9 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. કામરેજમાં ૯ વર્ષના બાળક ને બચાવવા ગયેલા યુવક પર પણ હુમલો કરી દીધો હતો. જેમ
dog attack


સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-ડિંડોલી સ્થિત મહાદેવ નગર ખાતે 8 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બીજી તરફ કામરેજ તાલુકાના ડુંગરા ગામે 9 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. કામરેજમાં ૯ વર્ષના બાળક ને બચાવવા ગયેલા યુવક પર પણ હુમલો કરી દીધો હતો. જેમાં યુવકના ચહેરા પર શ્વાનએ ભર્યા બચકાં ભરી લીધા હતાં. જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતાં.

દિલીપભાઈ રાજપૂતે કહ્યું કે, મંદિર પાસે બાળક હતું. ત્યારે બે ત્રણ કૂતરા આવી ગયા હતાં. ફરતી બાજુથી કરડવા લાગ્યા હતાં. જેમાં જાંઘના અને પીંડિના ભાગે કરડી ગયા હતાં. મારા 8 વર્ષના દીકરાને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતાં. અમારા વિસ્તારમાં ખૂબ પ્રમાણમાં કૂતરા છે. પાલિકા આ બાબતે શું કામ કરી રહી છે તે અમને ખબર નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande