સુરત મનપાના કર્મચારીઓનો દ્રિતીય સમૂહલગ્ન સમારોહમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા
સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.). અખિલ ભારતીય સફાઈ મઝદૂર સંઘ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ એજયુકેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત સુરત મહાનગરપાલીકાના કર્મચારીઓ માટે દ્રિતીય સમૂહલગ્ન સમારોહ-૨૦૨૫ તા.16-2-2025 રવિવારના રોજ મણિબાગ ફાર્મ, ગુરૂકુળ રોડ
સમૂહલગ્ન સમારોહમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા


સુરત, 18 ફેબ્રુઆરી (હિ.સ.). અખિલ ભારતીય સફાઈ મઝદૂર સંઘ અને મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોઇઝ એજયુકેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત સુરત મહાનગરપાલીકાના કર્મચારીઓ માટે દ્રિતીય સમૂહલગ્ન સમારોહ-૨૦૨૫ તા.16-2-2025 રવિવારના રોજ મણિબાગ ફાર્મ, ગુરૂકુળ રોડ, વેડ ગામ, કતારગામ ખાતે યોજાયો હતો. સુરતના જાણીતા ઉદ્યોગપતિ ડો. ફારૂક જી. પટેલના વરદ હસ્તે દીપ પ્રજવલિત કરી સમૂહલગ્ન સમારોહનું શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે દિલ્હીથી યુનિયનના રાષ્ટ્રીય પ્રધાન મહાસચિવ રાજપાલ મહેરોલિયા તથા મહામંત્રી જીગર સોલંકી અને જગદીશ સુદ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ સુરતના વિવિઘ સમાજના પ્રમુખ અને આગેવાનો તથા સુ. મ. પા. ના અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.દ્રિતીય સમૂહલગ્ન સમારોહમાં નવ (૯) નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં. સમુહલગ્ન આયોજન સમિતિને ગુજરાત સરકારના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, વલસાડ લોકસભા ના સાંસદ ધવલભાઈ પટેલ, સુરત શહેર મેયર દક્ષેશ માવાણી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીનીબેન અગ્રવાલએ ઉમદા સેવા કાર્ય અને સફળ આયોજન બદલ અભિનંદન સહ શુભકામનાઓ તેમજ નવદંપતિઓને સફળ લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી હતી.સમારોહનું સંચાલન અને આયોજન પ્રમુખ જીગ્નેશ ગોહિલ અધ્યક્ષ ધનજીત વિરાસ, દિપક સરવૈયા, મયુર ચૌહાણ અને સિનિયર વી. પી. અરવિંદ ભોજએ કર્યું હતું. મંચ સંચાલન અધ્યક્ષ ધનજીત વિરાસ સાથે અરવિંદ ભોજ અને મનસુખ બારૈયા કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande