તક્ષશિલા વિદ્યાલયના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શુભેચ્છા કાર્યક્રમ યોજાયો
મોડાસા,18 ફેબ્રુઆરી (હિ.સ.). તક્ષશિલા ગુરુકુલમ, હોસ્ટેલ વિભાગ,બાયડના સંયુક્ત ઉપક્રમે ડેમાઈ ગુરુકુલમ ખાતે ધોરણ: 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા સંદર્ભે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો સાથે જ પૂર્વ વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવાની સિદ્ધિ બદલ સન્મા
તક્ષશિલા વિદ્યાલયના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શુભેચ્છા કાર્યક્રમ યોજાયો


મોડાસા,18 ફેબ્રુઆરી (હિ.સ.). તક્ષશિલા ગુરુકુલમ, હોસ્ટેલ વિભાગ,બાયડના સંયુક્ત ઉપક્રમે ડેમાઈ ગુરુકુલમ ખાતે ધોરણ: 10 અને 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા સંદર્ભે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો સાથે જ પૂર્વ વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ મેળવવાની સિદ્ધિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પૂરક અને પ્રિલિમ પરીક્ષાની જવાબવહી નિર્દેશનનો કાર્યક્રમ યોજાયો.

સાથે જ તક્ષશિલા ગુરુકુલમ બાયડ ખાતે જૂન 2025 થી શરૂ થનારી જ્ઞાન શક્તિ રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સલન્સ ને વિધિવત રીતે ખુલ્લી મુકવામાં આવી. વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષામાંથી 85% થી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભ માં જિલ્લા કક્ષા ઉપર પ્રથમ ક્રમાંકે આવેલા 33 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સંસ્થાના આદ્ય સ્થાપક અતુલભાઈ પટેલ ,સેક્રેટરી રેખાબેન પટેલ, મેનેજીંગ ડિરેક્ટર તપનભાઈ પટેલ , ધૈર્ય પટેલ , કેમ્પસ ડાયરેક્ટર પ્રેક્ષાબેન વિભાગીય વડાઓએ ઉપસ્થિતિ આપી વિદ્યાર્થીઓને ધોરણ :10,12ના વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande