પોરબંદર, 18 ફેબ્રુઆરી (હિ.સ.). રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયા બાદ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજોએ એવુ જણાવ્યુ હતુ કે આ જીત મારી નહીં મારા રાણાવાવ અને કુતિયાણાની જનતાની જીત છે. પ્રજાની આર્શીવાદથી અમારી જીત થઈ છે. ગુંડાગીરીના કેટલાક લોકો આક્ષેપો કરે છે ગુંડાગીરી કરવાથી જનતાના આર્શીવાદ મળે નહીં અમે લોકોના આર્શીવાદથી જીત મળવી છે અને સામા પાણીએ ચાલીએ છીએ છતા પ્રજાના આર્શીવાદથી જીત મળે છે . કાંધલભાઈ જાડેજાએ વધુમાં એવુ પણ જણાવ્યુ હતુ રાણાવાવ અને ખાસ કરીને કુતિયાણા નગરપાલિકાનો સર્વાગી વિકાસ કરીશુ.
પ્રજાની સહયોગથી જીત મળી છે : કાના જાડેજા
કુતિયાણા નગરપાલિકામાં ધારસભ્ય કાંધલ જાડેજાના નાના ભાઈ કાનાભાઈ જાડેજાની એન્ટ્રી થઇ હતી અને તેઓ વોર્ડ નં-5 માં ચાર સભ્યો સાથે જીત મેળવી હતી અને વિજય થયા બાદ કાના જાડેજાએ એવુ જણાવ્યુ હતુ કે માં કાંધલી આઈ ની આર્શીવાદ અને મારા મોટાભાઈ કાંધલભાઈ અને કાકી હિરલબા તેમજ પ્રજાના આર્શીવાદથી મને જીત મળી છે. પ્રજાએ મારા પર વિશ્વાસ મુકયો છે ત્યારે કુતિયાણા શહેરનો સોનેરી વિકાસ કરીશ મારા મોટાભાઈ કાંધલભાઈ જાડેજાના આર્શીવાદથી રાજકારણમાં એન્ટ્રી કરી અને મને સફળતા મળી છે. ત્યારે લોકોની સેવા કરીશ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya