પોરબંદર, 18 ફેબ્રુઆરી (હિ.સ.). જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ ધરમપુર પ્રાથમિક શાળા ખાતે મહિલા જાગૃતીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાની દીકરીઓને મેન્સ્યુલ હાયજીન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ સમાજમાં દીકરી જન્મને પ્રોત્સાહન મળે તેમને શિક્ષણ મળે તે માટે જરૂરી માહિતી આપી હતી અને 181 અભયમ હેલ્પલાઇન, નવા કાયદાઓ વિશે , વિવિધ એક્ટ, ગૂડ ટચ બેડ ટચ, મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની યોજનાનો યોજનાઓ અને અલગ અલગ વિભાગની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. વધુમાં 22 મી જાન્યુઆરીના રોજ બેટી બચાવો બેટી પઢાવો યોજનાના 10 વર્ષ પુરા થયા હોય તે વિશે તેમજ મહિલા લક્ષી યોજનાઓ વિશે ઉપસ્થિત તમામને વિસ્તૃત માહિતી તેમજ બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. અને શાળાના તમામ વિદ્યાર્થીઓ હેલ્પલાઇનથી પરિચિત થાય તે માટે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત હેલ્પલાઇન બોર્ડ તેમજ યોજનાકીય બુકલેટ ,બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવોના લોગોવાળી હાયજીન કીટ અને શાળાના પુસ્તકાલય માટે મેન્સ્યુલ હાયજીનની બુક આપવામા આવી હતી.આ તકે ધરમપુર પ્રાથમિક શાળાના આચાર્ય દેવરાજભાઈ મકવાણા, શાળાનો તમામ સ્ટાફ ગણ તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકની કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya