બાયડ તાલુકા પંચાયતની પીપોદરા સીટ ઉપર ભાજપ નો ભવ્ય વિજય
મોડાસા, 18 ફેબ્રુઆરી (હિ.સ.) બાયડ તાલુકા પંચાયતની પીપોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો . ત્યારે બાયડ તાલુકાની પીપોદરા સીટ ઉપર ભાજપના ઉમેદવારનું નિધન થતા પીપોદરા સીટ ઉપર પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી. ત્યારે આજરો
બાયડ તાલુકા પંચાયતની પીપોદરા સીટ ઉપર ભાજપ નો ભવ્ય વિજય


મોડાસા, 18 ફેબ્રુઆરી (હિ.સ.) બાયડ તાલુકા પંચાયતની પીપોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો . ત્યારે બાયડ તાલુકાની પીપોદરા સીટ ઉપર ભાજપના ઉમેદવારનું નિધન થતા પીપોદરા સીટ ઉપર પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવી હતી. ત્યારે આજરોજ પેટા ચૂંટણીનો પરિણામ જાહેર થયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેખાબેન રણજીતસિંહ પરમાર નો 1018 મતોથી ભવ્ય વિજય થતા કાર્યકરતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાયડ તાલુકાની પીપોદરા સીટ ઉપર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયા જંગ જામ્યો હતો. ત્યારે આજરોજ ચૂંટણીનો પરિણામ જાહેર થતાં ભાજપના ઉમેદવારનો 1018 મતોથી ભવ્ય વિજય થતા ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપ પેટા ચૂંટણી માં વિજય થતા ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા ગુલાલ ઉડાડી જીતની ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande