ટોરોન્ટો,18 ફેબ્રુઆરી (હિ.સ) સોમવારે કેનેડાના ટોરોન્ટોના પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ડેલ્ટા એરલાઇન્સનું વિમાન પલટી ગયું. વિમાન રનવે પર ઊંધું પડી ગયું. રાહતની વાત છે કે આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી. ૧૮ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, હાલમાં તેની તપાસ ચાલી રહી છે.
ટોરોન્ટો સ્ટારના અહેવાલ મુજબ, સોમવારે પિયર્સન એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ડેલ્ટા એરલાઇન્સનું વિમાન પલટી ગયું. આ અકસ્માત બપોરે 2:15 વાગ્યાની આસપાસ થયો હતો. ક્રેશ થયેલા વિમાનમાં 76 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો સવાર હતા. અકસ્માતમાં સહેજ ઘાયલ થયેલા 18 મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મુસાફરોમાંથી 22 કેનેડિયન નાગરિકો હતા અને બાકીના વિદેશી નાગરિકો હતા.
અકસ્માત બાદ, એરપોર્ટના બે રનવે બંધ કરી દેવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી થોડા સમય માટે બંધ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ