નવસારીથી ડ્રગ્સ સાથે નાઇજિરિયન યુવતી ઝડપાઈ
નવસારી, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ સામે લડત વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત ગૃહ વિભાગે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી, તેને વિશેષ સ
Navsari


નવસારી, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઇમ સામે લડત વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત ગૃહ વિભાગે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી, તેને વિશેષ સત્તાઓ આપવા ઐતિહાસિક નિર્ણય લીધો હતો. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રીશ્રીની સુચના મુજબ ડ્રગ્સ હેરાફેરી અંગે બાજ નજર રાખી ડ્રગ્સ ડિલીવરી પહેલા જ પેડલરોને પકડવા SMC પોલીસ સ્ટેશનની ખાસ ટીમને મોટી સફળતા મળી છે.

SMC પોલીસ સ્ટેશનનાની આ ખાસ ટીમ દ્વારા આજે પહેલો NDPS કેસ પકડવામાં આવ્યો છે, જે રાજ્યમાં ડ્રગ્સની સામેની લડતમાં માઇલસ્ટોન સાબિત થશે. SMCની ખાસ ડ્રગ્સ-ટીમે નવસારી ખાતેથી ડ્રગ્સ સાથે એક નાઇજિરિયન યુવતીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SMCના ડી.આઇ.જી નિર્લિપ્ત રાયની આગેવાનીમાં આ કામગીરી ગુજરાતમાં ડ્રગ્સ માફિયાને નાબૂદ કરવા માટે SMC પોલીસ સ્ટેશનની ટૂંક સમયમાં વધતી જતી સક્રિય ભૂમિકા દર્શાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande