રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપ ની જીત
પાટણ, 18 ફેબ્રુઆરી (હિ.સ.). સિદ્ધપુર પાલિકા ભાજપના ઉમેદવાર ની જીત , સમોડા બેઠક ઉપર કૉંગ્રેસ પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકા - ચાણસ્મા, હારીજ અને રાધનપુરની સામાન્ય ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. કુલ 76 બેઠકો માટે 164 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતર
રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપ ની જીત


રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપ ની જીત


રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપ ની જીત


પાટણ, 18 ફેબ્રુઆરી (હિ.સ.). સિદ્ધપુર પાલિકા ભાજપના ઉમેદવાર ની જીત , સમોડા બેઠક ઉપર કૉંગ્રેસ પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકા - ચાણસ્મા, હારીજ અને રાધનપુરની સામાન્ય ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. કુલ 76 બેઠકો માટે 164 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી સવારથી શરૂ થઈ ગયું છે અને બપોર સુધીમાં પરિણામ આવી જવાની સંભાવના છે.

ત્રણેય નગરપાલિકાઓમાં સરેરાશ 65.89% મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન હારીજમાં 77.03%, ચાણસ્મામાં 66.78% અને રાધનપુરમાં 60.53% થયું છે. ચાણસ્મા અને હારીજમાં ત્રણ-ત્રણ ટેબલ પર જ્યારે રાધનપુરમાં સાત ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણીની પણ મતગણતરી આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ પણ મેદાન માર્યું છે. કુલ 137 કર્મચારીઓ અને 36 અધિકારીઓની દેખરેખ હેઠળ મતગણતરી થશે. આ સાથે સિદ્ધપુર નગરપાલિકાના બે વોર્ડની પેટાચૂંટણી અને સિદ્ધપુર, હારીજ તથા સમી તાલુકા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો પણ જાહેર થશે. હારીજની સાંકરા બેઠક પર ઉમેદવાર ન મળતાં ચૂંટણી ન થઈ. સિદ્ધપુર પાલિકાના વોર્ડ નંબર 1માં 31.56% અને વોર્ડ 7માં 36.19% મતદાન થયું છે. તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં સમીના કનીજ બેઠક પર 58.57% અને સિદ્ધપુરના સમોડ બેઠક પર 58.15% મતદાન નોંધાયું છે. હારીજની સાંકરા બેઠક પર આદિજાતિ ઉમેદવારનું ફોર્મ ન ભરાતા ચૂંટણી યોજાઈ નથી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande