પોરબંદર, 18 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર જિલ્લાની રાણાવાવ કુતિયાણા નગરપાલિકા સમગ્ર અને રાજયમાં ચર્ચાનો વિષય બની હતી કારણ કે અહીં ભાજપ અને સમાજવાદી પાર્ટી નહીં પરંતુ કાંધલ જાડેજા અને ઢેલીબેન ઓડેદારા જેવા બે બાહુબલી વચ્ચે સીધી જંગ હતો ચુંટણી પ્રચાર પણ એટલો જ ગરમ રહ્યો હતો અંતે આજે બન્ને નગરપાલિકાના પરિણામ જાહેર થયા તેમાં સમાજવાદી પાર્ટીની સાયકલ પુરજોશ દોડી હતી જયારે કમળ મુરજાયુ હતુ. રાણાવાવ નગરપાલિકાની વાત કરીએ તો અહીં 7 વોર્ડની ચુંટણી યોજાઈ હતી અને પરિણામ જાહેર થયા તેમાં સમાજવાદી પાર્ટીને 20 બેઠકો મળી હતી જયારે ભાજપ માત્ર આઠ બેઠક પર સીમીત રહી ગયું હતુ રાણાવાવમાં આમતો વર્ષ 2012થી 2022 સુધી કાંધલભાઈ જાડેજાની એનસીપીની હતી પરંતુ હવે કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીમાં છે આથી આ વખતે સમાજવાદી પાર્ટી વિજતા બની છે અહીં પાર્ટી બદલી છે. પરંતુ કાંધલ જાડેજાની ચાહના યથાવત છે .કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીનો ભવ્ય વિજય થતા અહીં કાંધલ જાડેજાની એક રીતે હેટ્રીક જોવા મળી રહી છે. કુતિયાણામાં પરિવર્તન માટે કાંધલ જાડેજા મેદાને આવ્યા હતા અને તેમણે પોતાના નાનાભાઈ કાના જાડેજાને મેદાને ઉતાર્યા હતા કુતિયાણમાં વર્ષ 1995થી પ્રમુખ તરીકે ઢેલીબેન ઓડેદરા ચુંટયા આવતા હતા આ વખતે સમાજવાદી પાર્ટી એટલ કે કાંધલ જાડેવાની જીત થઈ છે. ઢેલીબેન અને તેમના પુત્રની જીત થઇ છે પરંતુ તે પોતાનો ગઢ ગુમાવો પડયો હતો કુતિયાણાની પ્રજાએ 30 વર્ષ સાયકલાના માધ્યમથી પરિવર્તન લાવી છે. આજે રાણાવાવ અને કુતિયાણા ખાતે નિકળેલા વિજય સરઘસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા, હિરલાબા જાડેજા અને કાના જાડેજાની આગેવાનીમાં ભવ્ય વિજય સરઘસ નિકળ્યુ હતુ પુષ્પોની વર્ષા અને ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya