ઝાંસીમાં ફિલ્મ 'બોર્ડર-2'નું શૂટિંગ શરૂ, પહેલી ઝલક સામે આવી
અભિનેતા સની દેઓલ છેલ્લે 'ગદર-2'માં જોવા મળ્યા હતા, જેમાં તેમના દમદાર અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ 2023 ની સુપરહિટ ફિલ્મોમાં સામેલ હતી. હાલમાં સની દેઓલ પાસે ઘણા રોમાંચક પ્રોજેક્ટ્સ છે, જેમાંથી એકનું નામ 'બોર્ડર-2' છે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મમ
Shooting of the film 'Border-2 begins in Jhansi, first glimpse revealed


અભિનેતા સની દેઓલ છેલ્લે 'ગદર-2'માં જોવા મળ્યા હતા, જેમાં તેમના દમદાર અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મ 2023 ની સુપરહિટ ફિલ્મોમાં સામેલ હતી. હાલમાં સની દેઓલ પાસે ઘણા રોમાંચક પ્રોજેક્ટ્સ છે, જેમાંથી એકનું નામ 'બોર્ડર-2' છે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મમાં વરુણ ધવન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઝાંસીમાં 'બોર્ડર-2'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને સેટ પરથી સની દેઓલ અને વરુણ ધવનની એક નવી ઝલક સામે આવી છે. આ બંને સ્ટાર્સને મોટા પડદા પર સાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

'બોર્ડર 2' નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, દિગ્દર્શક અનુરાગ સિંહ અને આખી ટીમ વરુણ ધવન અને સની દેઓલ સાથે પોઝ આપી રહી છે. આ તસવીરમાં વરુણ ધવન અને સની દેઓલ સાથે, ફિલ્મના દિગ્દર્શક અનુરાગ સિંહ, નિર્માતા ભૂષણ કુમાર, નિધિ દત્તા અને સહ-નિર્માતા શિવ ચનાના અને બિનોય ગાંધી પણ જોવા મળે છે. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે, જેના કારણે દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

'બોર્ડર 2' એ 1997 ની ક્લાસિક ફિલ્મ 'બોર્ડર' ની સિક્વલ છે, જેનું નિર્દેશન જેપી દત્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સિક્વલ મોટા પડદા પર શક્તિશાળી વાર્તા અને દેશભક્તિની ભાવનાને જીવંત કરશે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, અને ચાહકો તેની વિસ્ફોટક એક્શન અને ભાવનાત્મક ક્ષણોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande