છાણીમાં હુમલાખોરોએ કાચ તોડી ઘરમાં ઘૂસીને પરિવારના સદસ્યોને માર માર્યો
વડોદરા, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-છાણી કેનાલ પાસે રોમનપાર્કમાં રહેતા જોન ઓલીવરે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું મારી પત્ની,મિત્ર અને ભત્રીજો બેઠા હતા ત્યારે મારો ભત્રીજો વિનય કચરો નાંખવા બહાર નીકળ્યો તે દરમિયાન બે અજાણ્યા યુવકોએ તેના પર પથ્થરવડે હુમલો કર
છાણીમાં હુમલાખોરોએ કાચ તોડી ઘરમાં ઘૂસીને પરિવારના સદસ્યોને માર માર્યો


વડોદરા, 18 ફેબ્રુઆરી (હિ.સ.)-છાણી કેનાલ પાસે રોમનપાર્કમાં રહેતા જોન ઓલીવરે પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું મારી પત્ની,મિત્ર અને ભત્રીજો બેઠા હતા ત્યારે મારો ભત્રીજો વિનય કચરો નાંખવા બહાર નીકળ્યો તે દરમિયાન બે અજાણ્યા યુવકોએ તેના પર પથ્થરવડે હુમલો કર્યો હતો.

મારો ભત્રીજો ઇજાગ્રસ્ત હાલતમાં ભાગીને ઘરમાં દોડી આવ્યો હતો અને દરવાજો બંધ કરતાં હુમલાખોરોએ પેવરબ્લોક વડે બારીના કાચ તોડયા હતા અને ઘરમાં ઘૂસી અમે પતિ-પત્ની તેમજ મિત્ર પર પણ હુમલો કર્યો હતો.

તો બીજા એક બનાવમાં રોમનપાર્ક પાસે રહેતો સુરેશ દૂધ લેવા નીકળ્યો ત્યારે કોઇ અજાણ્યા હુમલાખોરે તેના પર પથ્થર વડે હુમલો કરતાં ઇજાગ્રસ્ત થયો હતો.જેથી છાણી પોલીસે બંને બનાવ અંગે અલગ અલગ બે ગુના નોંધ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande